Home Gujarat Ahmedabad Ahmedabad Plane Crash First Anniversary Tribute 260 Victims

આજે અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી : 260 દિવંગતોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ, બ્રિટિશ ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂને અર્પણ કર્યાં શ્રદ્ધાં સુમન

અમદાવાદ પ્લેન ક્રેશ વરસી પર શ્રદ્ધાંજલિ દર્શાવતા દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 12, 2026, 07:19 AM IST

સમગ્ર દેશને આંચકો આપનારી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાની યાદો અનેક પરિવારો માટે હજુ પણ તાજી છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 260 લોકોની સ્મૃતિમાં આજે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પીડિત પરિવારો, નાગરિકો અને અધિકારીઓએ મૌન પાળી દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને યાદ કર્યા હતા. દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે સમગ્ર શહેરમાં શોક અને સંવેદનાનું વાતાવરણ જોવા મળ્યું હતું. અનેક પરિવારો માટે આ દિવસ માત્ર સ્મરણનો નહીં પરંતુ પોતાના વ્હાલસોયાઓને ગુમાવ્યાના દુઃખને ફરી જીવવાનો દિવસ બની રહ્યો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેલા ઘણા લોકોની આંખોમાં આંસુઓ સ્પષ્ટ દેખાતા હતા.

અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: શહીદોની સ્મૃતિમાં 547 કરોડના આરોગ્ય અને શિક્ષણ પ્રોજેક્ટ્સ બનશે

બી.જે. મેડિકલ કોલેજમાં વિશેષ પ્રાર્થના સભા

દુર્ઘટનાની પ્રથમ વરસી નિમિત્તે બી.જે. મેડિકલ કોલેજ ખાતે વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી Darshana Jardosh, સાંસદ Dinesh Makwana, અમદાવાદના મેયર Hitesh Barot, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, તબીબો અને મેડિકલ સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોએ શ્રદ્ધાસુમન અર્પણ કરીને દુર્ઘટનાના ભોગ બનેલા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. એક વર્ષ બાદ પણ આ દુર્ઘટનાનો ઘા કેટલો ઊંડો છે તેનો અનુભવ સમગ્ર કાર્યક્રમ દરમિયાન થઈ રહ્યો હતો.

અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: બ્રિટિશ ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂને આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન અકસ્માતને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ૧૨ જૂન ૨૦૨૫ના રોજ લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 મેઘાણીનગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં પ્લેનમાં સવાર ૨૪૨ મુસાફરોમાંથી ૨૪૧ લોકો અને જમીન પર હાજર ૧૯ લોકો સહિત કુલ ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે માત્ર એક પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો. આ કરુણ ઘટનાની પ્રથમ વરસી પર ભારતમાં યુનાઇટેડ કિંગડમ (UK)ના બ્રિટિશ ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂને આજે ક્રેશ સાઇટની મુલાકાત લીધી હતી. તેમણે અકસ્માત સ્થળે પહોંચીને તમામ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભલે આ ઘટનાને એક વર્ષ વીતી ગયું હોય, પરંતુ તેની ભયાનક યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે.

આકાશ પટણીની યાદમાં ભાવુક બન્યો પરિવાર

આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં 15 વર્ષીય આકાશ પટણી પણ સામેલ હતો. ઘટનાના દિવસે તે પોતાની માતાને ટિફિન આપવા માટે ઘટનાસ્થળે પહોંચ્યો હતો, પરંતુ ભાગ્યે તેને પણ આ દુર્ઘટનાનો ભોગ બનાવ્યો હતો. પ્રથમ વરસીના દિવસે પરિવારજનોએ આકાશને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરિવારના સભ્યો માટે આ દિવસ અત્યંત ભાવુક રહ્યો હતો. પોતાના સંતાનને ગુમાવ્યાનો દુઃખદ અનુભવ આજે પણ પરિવાર માટે અવિસ્મરણીય છે. આકાશની સ્મૃતિમાં પ્રાર્થના કરવામાં આવી અને તેના જીવન સાથે જોડાયેલી અનેક યાદો પરિવારજનો દ્વારા વહેંચવામાં આવી હતી.


અમદાવાદની IDP સ્કૂલ વિવાદમાં નવો વળાંક: વાયરલ વીડિયો બાદ DEO એ સંચાલકોનો ઉધડો લીધો!

વિદેશી પરિવારની હાજરીએ સૌને ભાવવિભોર કર્યા

દુર્ઘટનાની વરસીના અવસરે એક વિદેશી પરિવારે પણ ક્રેશ સાઈટની મુલાકાત લીધી હતી. પોતાના દીકરાની યાદમાં તેઓ તેની તસવીર અને વ્યક્તિગત ડાયરી સાથે લઈને આવ્યા હતા. પરિવારજનો જ્યારે પોતાના દીકરાની યાદો વહેંચી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. આ દૃશ્યે સ્પષ્ટ કર્યું કે આ દુર્ઘટનાની અસર માત્ર ગુજરાત કે ભારત પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ વિશ્વના વિવિધ દેશોના પરિવારો પણ આ ઘટનાથી પ્રભાવિત થયા હતા. એક વર્ષ બાદ પણ અનેક પરિવારો માટે આ દુર્ઘટના જીવનભરની વેદના બની રહી છે.

અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ વરસી: બ્રિટિશ ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂને આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન અકસ્માતને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. ૧૨ જૂન ૨૦૨૫ના રોજ લંડન જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 મેઘાણીનગર સ્થિત બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે ટકરાઈને ક્રેશ થઈ હતી. આ દર્દનાક દુર્ઘટનામાં પ્લેનમાં સવાર ૨૪૨ મુસાફરોમાંથી ૨૪૧ લોકો અને જમીન પર હાજર ૧૯ લોકો સહિત કુલ ૨૬૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે માત્ર એક પ્રવાસીનો આબાદ બચાવ થયો હતો. આ કરુણ ઘટનાની પ્રથમ વરસી પર ભારતમાં યુનાઇટેડ કિંગડમ (UK)ના બ્રિટિશ ઉચ્ચાયુક્ત લિન્ડી કેમરૂને આજે ક્રેશ સાઇટની મુલાકાત લીધી હતી. તેમણે અકસ્માત સ્થળે પહોંચીને તમામ મૃતકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભલે આ ઘટનાને એક વર્ષ વીતી ગયું હોય, પરંતુ તેની ભયાનક યાદો આજે પણ લોકોના મનમાં તાજી છે.

તપાસ પર વિશ્વાસ વ્યક્ત કર્યો

આ દુર્ઘટના અંગે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ Vijay Rupaniના પુત્ર ઋષભ રૂપાણીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ એક અત્યંત દુઃખદ ઘટના હતી અને સમગ્ર પરિવાર આજે પણ આ દુર્ઘટનાને યાદ કરીને ભાવુક બની જાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે તપાસ એજન્સીઓ પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે અને તપાસ પૂર્ણ થયા બાદ જે સત્તાવાર અહેવાલ બહાર આવશે તેનાથી ઘટનાના તમામ પાસાઓ સ્પષ્ટ થશે. તેમણે મૃતકોના પરિવારો પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી હતી.


‘એક નઈ ઉમ્મીદ’થી બદલાશે અનેક કેદીઓની જિંદગી!: જેલમાં રહી પૂર્ણ કરી શકશે ધોરણ 12 સુધીનો અભ્યાસ

મુખ્યમંત્રી સહિત અનેક આગેવાનોએ આપી શ્રદ્ધાંજલિ

રાજ્યના મુખ્યમંત્રી Bhupendra Patelએ પણ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિવિધ સામાજિક, રાજકીય અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પણ સ્મૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થવા છતાં સમગ્ર શહેરમાં આજે પણ તે કાળા દિવસની યાદો જીવંત છે. અનેક લોકો માટે આ માત્ર એક દુર્ઘટના નહોતી, પરંતુ જીવનને બદલી નાખનારી ઘટના હતી. શ્રદ્ધાંજલિ કાર્યક્રમો દ્વારા સૌએ એક જ સંદેશ આપ્યો કે મૃતકોની યાદો હંમેશા જીવંત રહેશે અને આવી દુર્ઘટનાઓમાંથી પાઠ લઈને ભવિષ્યમાં વધુ સુરક્ષિત વ્યવસ્થાઓ ઊભી કરવાની જરૂર છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now