Home Gujarat Ahmedabad Ahmedabad Nikol Jewellery Theft Case Harshida Shetty Arrested

અમદાવાદના નિકોલમાં 1.66 કરોડના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો : સેલ્સ ગર્લે બોયફ્રેન્ડ માટે કરી હતી ચોરી

Ahmedabad News
Play Video
Published by: Viral Patel
Last Updated: May 19, 2026, 12:02 PM IST

Ahmedabad News: અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જ્વેલરી ચોરીનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ હાઈ-પ્રોફાઈલ ચોરી પાછળ કોઈ રીઢો ગુનેગાર નહીં, પરંતુ શો-રૂમમાં જ કામ કરતી એક સેલ્સ ગર્લ નીકળી, જેણે પોતાના બોયફ્રેન્ડના મોજશોખ પૂરા કરવા માટે આ આખી યોજના ઘડી હતી.

બોયફ્રેન્ડ માટે પ્રેમિકા બની ગઈ ચોર

નિકોલના પ્રખ્યાત ગ્રેવિટી મોલમાં આવેલા એક જ્વેલર્સ શો-રૂમમાંથી થોડા સમય પહેલા 1.66 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. આ મામલે તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શો-રૂમમાં છેલ્લા 11 મહિનાથી સેલ્સ ગર્લ તરીકે નોકરી કરતી હર્ષિદા શેટ્ટીએ જ પોતાના બોયફ્રેન્ડ મયુર માટે આ કરોડોની ચોરીને અંજામ આપ્યો હતો.

"દબાણ નહીં, રમતનો આનંદ લો" : અમદાવાદમાં સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને આપ્યો સફળતાનો મંત્ર

CCTV ફૂટેજ અને એક 'લકી' એ ખોલી દીધી પોલ

આ આખી ચોરીનો ખુલાસો ખૂબ જ નાટકીય રીતે થયો. શો-રૂમના નિયમિત સ્ટોક ચેકિંગ દરમિયાન સ્ટાફને ડિસ્પ્લે ટ્રેમાંથી એક સોનાની લકી (બ્રેસલેટ) ઓછી જણાઈ હતી. સ્ટાફને શંકા જતાં જ તેમણે તરત જ શો-રૂમના CCTV ફૂટેજ તપાસ્યા હતા. CCTV ફૂટેજમાં હર્ષિદા ખૂબ જ ચાલાકીથી કબાટમાંથી દાગીના કાઢીને પોતાના ખિસ્સામાં સરકાવતી સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

માણેકચોકમાં દાગીના વેચવા જતાં ઝડપાઈ

ચોરી કર્યા બાદ હર્ષિદા બજારમાં દાગીના વટાવવાની ફિરાકમાં હતી. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે એક યુવતી અમદાવાદના સોની બજાર એટલે કે માણેકચોકમાં અંદાજે 18 લાખ રૂપિયાના ચોરીના દાગીના વેચવા માટે આવી રહી છે. પોલીસે વોચ ગોઠવીને માણેકચોકમાંથી જ હર્ષિદાને રંગેહાથ ઝડપી પાડી હતી. હર્ષિદાની કડક પૂછપરછમાં તેના બોયફ્રેન્ડ મયુરનું નામ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે તાત્કાલિક મયુરની પણ ધરપકડ કરી લીધી છે અને ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે.

ગુજરાતમાં ગરમી અને ઉકળાટ વચ્ચે હવામાન વિભાગની મોટી આગાહી : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તાપમાનમાં ઘટાડો થશે, જાણો ચોમાસાની સ્થિતિ

સુસાઈડનો ડ્રામા અને રહસ્યસ્ફોટ

પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ચોરીની ઘટના બાદ પકડાઈ જવાના ડરથી હર્ષિદાએ સુસાઈડ (આત્મહત્યા) કરવાનો પ્રયાસ કર્યો હતો. આ હાઈડ્રામા બાદ તે નિકોલ છોડીને પોતાના માતા-પિતાના ઘરે રહેવા જતી રહી હતી, જેથી કોઈને તેના પર શંકા ન જાય. જોકે, ક્રાઈમ બ્રાન્ચની ટેકનિકલ તપાસ સામે તેની આ ચાલ નિષ્ફળ રહી હતી.

આગળની કાર્યવાહી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદા અને તેના બોયફ્રેન્ડ મયુરની ધરપકડ કરીને ચોરાયેલો મુદ્દામાલ રિકવર કરી લીધો છે. કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચે હર્ષિદાનો કબ્જો નિકોલ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે, જ્યાં હવે આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

યુવા નર્સની Reel પર કર્યા અશ્લીલ મેસેજ, ફોટો મુકી 'My Love' લખ્યું : અમદાવાદના પોશ વિસ્તારની યુવતી સાથે થયું ખોટું કામ!


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now