Home Gujarat Ahmedabad Metro Gets New Color Code

અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ : બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન દ્વારા મુસાફરી બનશે સરળ, જાણી લો ફટાફટ

અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 13, 2026, 05:03 AM IST

Ahmedabad Metro News : અમદાવાદ મેટ્રોને મુસાફરોની સુવિધા વધારવા માટે નવો કલર કોડ આપવામાં આવ્યો છે. હવે અમદાવાદ મેટ્રોમાં અલગ-અલગ રૂટને ઓળખવા માટે બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ લાઈન તરીકે ઓળખ આપવામાં આવશે, જેથી મુસાફરોને સ્ટેશન અને રૂટ સમજવામાં વધુ સરળતા રહેશે.

મેટ્રો રૂટ માટે નવા કલર કોડ

નવા કલર કોડ મુજબ બ્લ્યુ લાઈન વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ સુધી ચાલશે, જે ઈસ્ટ-વેસ્ટ કોરિડોર તરીકે ઓળખાશે. જ્યારે રેડ લાઈન APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ સુધી દોડશે અને આ રૂટ નોર્થ-સાઉથ કોરિડોર તરીકે સેવા આપશે.

યલો લાઈન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર

આ ઉપરાંત, અમદાવાદ મેટ્રોમાં નવા રૂટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. યલો લાઈન મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર, ગાંધીનગર સુધી જોડાશે, જેના કારણે ગાંધીનગર તરફ જનાર મુસાફરોને વધુ સગવડ મળશે. સાથે જ વાયોલેટ લાઈન GNLU થી ગિફ્ટ સિટી સુધીનો લિંક રૂટ રહેશે, જે ગિફ્ટ સિટી સુધી પહોંચવાનું વધુ સરળ બનાવશે.

કલર કોડ સિસ્ટમથી મુસાફરોને રૂટની ઓળખ સરળ બનશે

અમદાવાદ મેટ્રોના આ નવા કલર કોડ સિસ્ટમથી મુસાફરોને રૂટની ઓળખ સરળ બનશે, સ્ટેશન શોધવામાં સમય બચશે અને સમગ્ર મેટ્રો મુસાફરી વધુ સુગમ અને અનુકૂળ બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now