Home Gujarat Ahmedabad Jodhpur Char Rasta Hybrid Ganja Illegal Call Center Raid

અમદાવાદ જોધપુર ચાર રસ્તા પાસે ઓફિસમાં રેડ : હાઇબ્રીડ ગાંજો અને ગેરકાયદેસર કોલ સેન્ટર કૌભાંડનો પર્દાફાશ

અમદાવાદ જોધપુર ચાર રસ્તા પાસે ઓફિસમાં રેડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 28, 2026, 04:52 AM IST

Ahmedabad News: અમદાવાદમાં આવેલા જોધપુર ચાર રસ્તા નજીક પ્રેરણાતીર્થ દેરાસર પાસે આવેલા શુભદર્શન ફ્લેટની એક ઓફિસમાં પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સેટેલાઈટ પોલીસને મળેલી બાતમી મુજબ ઓફિસમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાની શંકા હતી, જેના આધારે રેડ કરવામાં આવી હતી.

રેડ દરમિયાન પોલીસે ઓફિસમાંથી 126.480 ગ્રામ ગેરકાયદેસર હાઇબ્રીડ ગાંજો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. 4.43 લાખ થાય છે. આ ઉપરાંત વજન કાંટો, બેગ, કાર, બે ટુ-વ્હીલર સહિત કુલ રૂ. 12.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ચાર આરોપીની ધરપકડ

પોલીસે કૃણાલ ઉર્ફે સાહિલ દેસાઈ, દીપ જાદવ, હર્ષિલ દાવડા અને કુણાલ મિસ્ત્રીની ધરપકડ કરી છે. ચારેય આરોપીઓ સામે Narcotic Drugs and Psychotropic Substances Act હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ઓફિસમાંથી ચાર લેપટોપ, હેડફોન, આઠ મોબાઈલ ફોન, બે USA રજીસ્ટ્રેશન ધરાવતા ઈ-સિમ, રાઉટર સહિતના ઇલેક્ટ્રોનિક સાધનો પણ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓફિસમાંથી ગેરકાયદેસર કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા.

વધુ તપાસ આનંદનગર પોલીસને સોંપાઈ

પ્રાથમિક કાર્યવાહી સેટેલાઈટ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જ્યારે કેસની વધુ તપાસ હવે Anandnagar Police Station ને સોંપવામાં આવી છે.

પોલીસ સમગ્ર મામલે આરોપીઓના નેટવર્ક, નશીલા પદાર્થોના સપ્લાય ચેઇન અને કોલ સેન્ટર મારફતે થતી સંભવિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now