ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી ફેબ્રુઆરી અને માર્ચ-2025માં ધોરણ-10 (એસ.એસ.સી.) અને ધોરણ-12 (સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ)ના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાવાની છે. તેવા સમયે પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માનસીક તણાવ અને મુંઝવણ અનુભવતા હોવાથી જિલ્લાકક્ષાએ હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
વિધાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર
અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નં.9909922648 જાહેર કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબર વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમને મનમાં મૂંઝાતા પ્રશ્નો પૂછી શકશે. બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને માનસિક રીત તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન નંબર પર નિષ્ણાંતો અને મનોચિકિત્સકો પ્રશ્નોનું નિરાકરણ લાવી રહ્યા છે.
DEOએ જાહેર કર્યો નંબર
બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન નંબર 99099 22648 શરૂ કરવામાં આવ્યો છે. જેમાં એક વર્ષમાં 576 વાલી-વિદ્યાર્થીઓને મનોચિકિત્સકોએ વાલીઓને માર્ગદર્શન આપ્યું છે. અમદાવાદ DEO કચેરી ખાતે મનોચિકિત્સકો અને વિષય નિષ્ણાતોની બેઠક મળી હતી અને બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓને માનસિક માર્ગદર્શન આપવા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓ તણાવમુક્ત પરીક્ષા આપી શકે તે માટે સારથી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ બોર્ડની પરીક્ષાને લઈને ભયમાં રહેતા હોવાથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






