Home Gujarat Ahmedabad Crime Branch Detained Birju Salla In Rs 13 Crore Fraud Case In Mumbai

પ્લેન હાઈજેક ફેમ બિરજુ સલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત : મુંબઈના જવેલર્સ સાથે 13 કરોડના ઠગાઇ કેસ બાદ બિરજુ અમદાવાદમાં છુપાયો હતો.

પ્લેન હાઈજેક ફેમ બિરજુ સલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત
Published by: OBS Bureau
Last Updated: Jul 02, 2025, 08:35 PM IST

વર્ષ 2019 પૂર્વે હવાઈ મુસાફરી દરમ્યાન પ્લેનમાજ ટીસ્યુ પેપર પર “હાઈજેક” જેવો શબ્દ લખી પ્લેનમાં સવાર મુસાફરો અને સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દેનાર મુંબઈના બિઝનેસમેન બિરજુ સલ્લાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુધવારે ફરી એકવાર અમદાવાદની એક જાણીતી હોટેલમાંથી અટકાયત કરવામાં આવી હતી. જોકે આ વખતે પ્લેન હાઈજેક કેસ કે આવાજ કોઈ અન્ય ધમકીના કેસમાં નહીં પરંતુ મુંબઈના એલ ટી માર્ગ પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ નોંધાયેલ 13 કરોડના ગોલ્ડ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી મુંબઈ પોલીસને સોંપ્યો છે.
પ્લેન હાઈજેકના ધમકી કેસને કારણે કુખ્યાત બનેલ બિઝનેસમેન બિરજુ સલ્લા વિરુદ્ધ મુંબઈના એલ ટી માર્ગ પોલીસ સ્ટેશનમાં એક જવેલર્સ દ્વારા ફરિયાદ કરોડો ની ઠગાઇની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મુંબઈના ઝવેરી બજારમાં સોના ચાંદીનો વેપાર કરતાં શૈલેષ કાંતિલાલ જૈન નામના વેપારીએ મુંબઈના એલ ટી માર્ગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં બિરજુ સલ્લા વિરુદ્ધ રૂપિયા 12 કરોડ 77 લાખ 99 હજાર 680ના સોનાના દાગીના,હીરા તથા ચાંદીના વાસણો હડપ કરી જવાનો અને રૂપિયા નહીં ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો.


18 નવેમ્બર 2024 ના રોજ બિરજુ સલ્લા જ્વેલર્સ શૈલેષ કાંતિલાલ જૈનની દુકાન પર ગયો હતો અને તેના પરિચિતના એક ગ્રાહકને એન્ટિક દાગીના જોઈતા હોય કુલ 14 કરોડ રૂપિયાના સોનાના દાગીના,હીરા તથા ચાંદીના વાસણો શૈલેષ જૈન પાસેથી લીધા હતા..તે પૈકી રૂપિયા 1 કરોડ 47 લાખ 90 હજાર 584ની કિંમતના દાગીના પરત કર્યા હતા. રૂપિયા 12 કરોડ 77 લાખ 99 હજાર 680 ના દાગીનાની કિંમત ચૂકવી નહોતી.. શૈલેષ જૈને ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે બિરજુ સલ્લાને તેઓ ફોન કરતાં હતા તો ફોન બંધ આવતો હતો.
મુંબઈની એલ ટી માર્ગ પોલીસે ગુનો નોંધી બિરજુની તપાસ કરતાં તે અમદાવાદમાં છુપાયો હોવાની માહિતી મળતા અમદાવાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.


કાનૂની કાર્યવાહી બાદ મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી આઈ મેહુલ ચૌહાણ   “ઓફબીટ સ્ટોરીઝ” સાથે વાત કરતાં જણાવ્યું કે બિરજુ સલ્લાની શોધખોળ માટે મુંબઈ પોલીસ દ્વારા મદદ માંગવામાં આવી હતી. અગાઉ તેની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હતો જેથી તેની સાથે સંકળાયેલ લોકોની અમે તપાસ તથા પૂછપરછ કરી હતી. તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે જાણકારી મળી હતી કે બિરજુ સલ્લા હોટેલ હયાતમાં છુપાયો છે. ચોક્કસ ઈનપુટ મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા તેણે અટકાયતમાં લેવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ તથા અન્ય કાનૂની કાર્યવાહી બાદ તેણે મુંબઈ પોલીસને સોંપી દેવામાં આવ્યો છે.

અમદાવાદથી ગિરગઢડા જવાનું આયોજન હતું
બિરજુ સલ્લા મુંબઈથી અમદાવાદ આવીને છુપાયો હતો પરંતુ ત્યાર બાદ અમદાવાદ થી તે ગિરગઢડા જવાનો હતો ગિરગઢડાના તુલસી શ્યામ ખાતે તેણે છુપાવવાનું આયોજન કર્યું હતું પરંતુ તે તેની મુરાદમાં સફળ થાય તે પૂર્વેજ બિરજુને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પી આઈ મેહુલ ચૌહાણની ટીમે દબોચી લીધો બિરજુ સલ્લાનું મૂળ વતન ગિરગઢડા છે અને મુંબઈમાં જવેલર્સ ઉપરાંત ભાડાની મિલકતો થકી દર મહિને લાખોની કમાણી કરતો હોવાનું પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે .

NIA કોર્ટે સજા કરી હતી,હાઇકોર્ટે સજા રદ્દ કરી હતી
ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજિયને જણાવ્યું હતું કે બિરજુએ જે તે સમયે ટીસ્યુ પેપર પર બોમ્બ અને હાઈજેક જેવું લખાણ લખીને પ્લેનના બિઝનેસ ક્લાસના ટોઇલેટમાં મૂકી દીધું હતું. ત્યારબાદ આ સમગ્ર મામલાની તપાસ થઈ અને તેની ધરપકડ પણ થઈ હતી.
બિરજુ સલ્લાને પ્લેન હાઇજેક કરવાની ધમકીના કેસમાં એનઆઇએ કોર્ટે 11 જૂન 2019ના રોજ આજીવન કેદની સજા અને 5 કરોડનો દંડ ફટકાર્યો હતો. જો કે બાદમાં ગુજરાત હાઇકોર્ટે આ સજા રદ્દ કરી હતી.

પ્રેમિકાને ડરાવવા “હાઇજેક’ લખ્યું
બિરજુ સલ્લાએ ફ્લાઇટમાં પોતાની પ્રેમિકાને ડરાવવા માટે ફ્લાઇટના ટોઇલેટમાં ટીસ્યૂ પેપર પર પ્લેન હાઇજેક શબ્દ લખી સૌના જીવ અધ્ધર કરી દીધા હતા. અમદાવાદ પોલીસ દ્વારા તમામ મુસાફરો અને ક્રુ મેમ્બરની પૂછપરછ તથા તપાસ બાદ ખુલાસો થયો હતો ટીસ્યુ પેપર પર હાઈજેક શબ્દ લખનાર બિરજુ સલ્લા હતો અને તેણે આવું કૃત્ય કેમ કર્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી સ્થિતિ સર્જાશે!
જૈન મુનિ સાગરચંદ્ર વિવાદના વમળમાં...
જામનગરને મળી મોટી ભેટ
એમ.એસ. યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં એન્ટ્રન્સ ટેસ્ટ મુદ્દે હોબાળો
નંદેસરી GIDCના ઉદ્યોગો માટે 'સ્ટીમ હાઉસ' બન્યું સંજીવની