ગુજરાત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં રાજકીય પક્ષોમાં આંતરિક ખેંચતાણ સામાન્ય બાબત છે, પરંતુ અમદાવાદમાં કોંગ્રેસના બે જૂથો વચ્ચે જે દ્રશ્યો સર્જાયા છે તેણે રાજકારણને શર્મસાર કર્યું છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલો અસંતોષ હવે રસ્તા પર આવી ગયો છે. રખિયાલ-સરસપુર વોર્ડમાં બનેલી આ ઘટનામાં શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ સોનલ પટેલ અને અન્ય મહિલા કાર્યકર્તા વચ્ચે જાહેરમાં હાથચાલાકી થઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાયરલ થતા કોંગ્રેસના મોવડી મંડળમાં દોડધામ મચી ગઈ છે.
ઉદ્ઘાટન સમારોહમાં સર્જાયો સંગ્રામ
ઘટનાની વિગતો મુજબ, અમદાવાદના રખિયાલ-સરસપુર વોર્ડમાં કોંગ્રેસના એક મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ સોનલ પટેલ સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને મહિલા કાર્યકર્તાઓ હાજર હતા. કાર્યક્રમ હજુ તો શરૂ જ થયો હતો ત્યાં અચાનક વાતાવરણ ગરમાયું હતું.
વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા ઉગ્ર રોષ સાથે સોનલ પટેલ તરફ ધસી જાય છે. સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે અને જાહેરમાં સોનલ પટેલના વાળ ખેંચી લે છે. આ આચનક થયેલા હુમલાથી ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. અન્ય કાર્યકર્તાઓએ દરમિયાનગીરી કરી બંનેને છૂટા પાડ્યા હતા, પરંતુ આ ઘટનાએ કેમેરામાં કેદ થઈને આખા ગુજરાતમાં કોંગ્રેસની શિસ્તના ધજાગરા ઉડાવ્યા છે.
"ગુસ્સો આવ્યો તો વાળ પકડીને 2 લાફા માર્યા" : ભાવના ગુપ્તા
તમને જણાવી દઈએ કે ગઈ કાલે સરસપુર વોર્ડના સક્રિય મહિલા કાર્યકર્તા ભવના ગુપ્તાએ આક્ષેપો કર્યા હતા કે, તેમની પાસે ટિકિટ આપવાના વાયદા સાથે પક્ષમાં ફંડના નામે 4 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. નક્કી થયેલી રકમમાંથી 1 લાખ રૂપિયા સોનલ પટેલને આપ્યા હતા.
આ પણ વાંચો: AAPના ગઢમાં મોટું ગાબડું : શીતલ ઉપાધ્યાય અને વિઠ્ઠલ આયરે સહિત 40 દિગ્ગજોએ કેસરીયો ધારણ કર્યો
ભવના ગુપ્તાનો આક્ષેપ છે કે, ઉમેદવારોના લિસ્ટમાં તેમનું નામ ન હોવાથી તેમણે પ્રમુખનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપડાવનું અને કોઈ પ્રતિસાદ આપવાનું બંધ કરી દીધું હતું.
વધુમાં ભાવના ગુપ્તાએ જણાવ્યું હતું કે, "અમને મળ્યા ત્યારે ઊંધું-સીધું બોલવા લાગ્યા અને મને ગુસ્સો આવ્યો તો વાળ પકડીને 2 લાફા માર્યા."





