Home Gujarat Ahmedabad Ahmedabad Bjp Protest Congress Rajiv Gandhi Bhavan Jagdish Vishwakarma

અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય સામે ભાજપ કરશે ધરણાં : જગદિશ વિશ્વકર્માની આગેવાનીમાં ધારાસભ્યો સહિત અનેક પદાધિકારીઓ વિરોધમાં જોડાશે

જગદિશ વિશ્વકર્મા
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jul 22, 2026, 07:43 AM IST

દિલ્હીના જંતરમંચરથી પીએમ નિવાસ સુધી NEET મુદ્દે ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનની અસર હવે અમદાવાદ પણ જોવા મળી છે. ખાસ કરીને કેન્દ્રિય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે અમદાવાદ પણ કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા. અમદાવાદમાં બુધવારે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય તણાવનું વાતાવરણ ઉભું થયું છે. જોવા મળ્યું હતું. ગત દિવસે પ્રધાનમંત્રીના આવાસ બહાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના પ્રતિસાદરૂપે ગુજરાત ભાજપે અમદાવાદ સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 2 વાગ્યે ધરણા પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહેવાના હોવાની જાહેરાત કરવામાં આવી છે.

કોંગ્રેસ કાર્યાલયની બહાર ભાજપ ધરણાં કરશે

કોંગ્રેસે PM આવાસ બહાર ગઇકાલે કરેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે અમદાવાદ કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બપોરે 2 વાગ્યે ધરણાં પ્રદર્શનનું આયોજન કર્યું છે. આ ધરણાં પ્રદર્શનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ પદાધિકારીઓ, આગેવાનો તથા ભાજપા કાર્યકરો ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિરોધના પગલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં NEET મુદ્દે કોંગ્રેસની વિરોધ પ્રદર્શનમાં પોલીસ સાથે ઘર્ષણ : અમિત ચાવડા-ઈમરાન ખેડાવાલા સહિત અનેક નેતાઓને ટીંગાટોળી કરી લઈ ગઈ પોલીસ

રાજીવ ગાંધી ભવન ખાતે ડબલ લેયર બેરિકેડિંગ

તકેદારીના ભાગરૂપે અમદાવાદના પાલડીમાં આવેલાં કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. રાજીવ ગાંધી ભવન ખાતે ડબલ લેયર બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. રાજીવ ગાંધી ભવન તરફનો રસ્તો બેરીકેટ લગાવીને બંધ કરી દેવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યાલય પર હાલ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી, સેકટર 1 જેસીપી ,ડીસીપી,પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ પહોંચી છે.

અમિત ચાવડા અને ઈમરાન ખેડાવાલાની ટીંગાટોળી બાદ અટકાયત

દિલ્હી બાદ અમદાવાદમાં રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવી રહેલાં કોંગ્રેસના તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. ખાસ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને પોલીસ ટીંગા ટોળી કરીને ઉપાડી ગઈ. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ યુવાનોની માફી માંગે અને ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લેવામાં આવે તેવી અમારી માંગણી છે. રાહુલ ગાંધી અને યુવાનો સાથે પોલીસે જે વર્તન કર્યું તે જરાય પણ ચલાવી નહીં લેવાય. ગુજરાત કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની અટકાયત કરી દેવાઈ છે. અમિત ચાવડા સહિત કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.

કોંગ્રેસના પ્રદર્શનકારીઓને પોલીસે કરી અટકાયત

JCP નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેલી યોજવામાં આવી હતી. જોકે રેલી માટે પરવાનગી માંગવામાં આવી નહોતી. જેથી તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે. અંદાજે 100 જેટલા લોકોની પણ અત્યારે અટકાયત કરવામાં આવી છે. તેમજ હજુ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિનિયર પોલીસ અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now