Home Gujarat Ahmedabad Ambavadi Water Tank Collapses

અમદાવાદના આંબાવાડીમાં પાણીની ટાંકી ધડામ! : ફાયર ટીમ ઘટના સ્થળે, 10 લોકોનું રેસ્ક્યુ

અમદાવાદના આંબાવાડીમાં પાણીની ટાંકી ધડામ!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 07:26 AM IST

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આઝાદ સોસાયટી પાસે બીરજુ એપાર્ટમેન્ટના જી બ્લોકની પાણીની ટાંકી પડવાની ઘટના સામે આી છે. જે ઘટનાની જાણ ફાયરની ટીમને થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી.
કેટલાક લોકો ફસાયા હતા
પાણીની ટાંકી ધરાશાયી થવાથી જી બ્લોકમાં રહેતા કેટલાક લોકો ફસાયા હતા. જેના પગલે તે લોકોને ઉપરના ફ્લોરથી નીચ ઉતારવા માટે ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું.
10થી વધારે લોકોનું રેસ્ક્યુ કરાયું
ફાયર વિભાગને જાણ થતાં તેઓ ઈમરજન્સી વ્હીકલ, સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જેમાં 10થી વધારે લોકોને સહી સલામત લેડરની મદદથી નીચે ઉતાર્યા હતાં. જે દરમિયાન એક વૃદ્ધાને પગે ફ્રેકચર થયું હતું, જેમને પણ સિડીના ભાગેથી નીચે ઉતારવામાં આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now