Home Agriculture Agriculture How To Get Maximum Ghascharo For Pashu

ગાય-ભેંસ માટે આ 5 પ્રકારનો ઘાસચારો ઘણો ઉપયોગી : છલકાઈ જશે દૂધ ભરવાના વાસણો અને બચત પણ વધશે

ગાય-ભેંસ માટે આ 5 પ્રકારનો ઘાસચારો ઘણો ઉપયોગી
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 05:39 AM IST

ખેડૂતો અને પશુપાલકો માટે આખા વર્ષ માટે ઘાસચારાની વ્યવસ્થા રાખવી એક મોટી મુશ્કેલીનું કામ છે. પ્રાણીઓના પોષણ માટે સારો ઘાસચારો આપવો અનિવાર્ય છે. ત્યારે ખેડૂતો અને પશુપાલકોની સમસ્યાનું સમાધાન મળી ગયું છે. ખેડૂત પોતાના જ ખેતરમાં પશુઓ માટે 5 પ્રકારના ઘાસચારાનું વાવેતર કરીને સારી એવી આવક મેળવી શકે છે. જો ખેડૂત જુવાર, બાજરી,મકાઈ,ગવાર અને ચોળાની ખેતી કરવામાં આવે તો પશુઓ માટેની ઘાસચારાની અછત દૂર કરી શકાય છે. આ તમામ પાકનો ઘાસચારો પશુઓ માટે ઉપયોગી સાબિત થાય છે.

એક જ ખેતરમાં 5 પ્રકારનો ઘાસચારો

જો ખેડૂત આખા વર્ષ માટે વધારે ઘાસચારો મેળવવા માગે છે તો તે એક જ ખેતરમાં બાજરી,જુવાર, મકાઈ, ગવાર અને ચોળાની ખેતી કરી શકે છે. ખેડૂતે પોતાના ખેતરમાં 2:1ના પ્રમાણમાં ઘાસચારાની ખેતી કરવી જોઈએ. પાંચેય ઘાસચારાની એકસાથે ખેતી કરવાથી લીલો અને પૌષ્ટિક ઘાસચાર મળી રહે છે.

કોઈપણ સિઝનમાં થઈ શકે ઘાસચારાની ખેતી

ખેડૂતો કોઈપણ સીઝનમાં લીલા ઘાસચારો ઉગાડી શકે છે. આ પાકની વહેલા અથવા મોડા વાવણી કરવાથી પણ સારો ઘાસચારો મળી રહે છે. આ ખેતી માટે અંદાજે  પ્રતિ હેકટર 20થી25 કિલો બીજની જરૂર રહે છે. વાવણી કરવાની યોગ્ય રીત બીજ ડ્રીલ છે. આમાં, બીજને 20-25 સે.મી.ની હરોળમાં રોપવા જોઈએ. આ રીતે ખેતી કરવાથી વધારે ઘાસચારો મળે છે.

દવાનો છંટકાવ ક્યારે કરવો?

ઘાસચારાની વાવણી શરૂ કરતા પહેલા  50 કિલો નાઇટ્રોજન, 30 કિલો ફોસ્ફરસ અને 30 કિલો પોટાશનો ઉપયોગ હેકટર દીઠ કરવો જોઈએ. વાવણીના એક મહિના બાદ 30 કિલો નાઈટ્રોજનનો છંટકાવ ઉભા પાકની દરેક હરોળ વચ્ચે કરવો જોઈએ. ઓછી સિંચાઇવાળા વિસ્તારોમાં વરસાદ પછી હેક્ટર દીઠ 20-30 કિલો નાઇટ્રોજનનો છંટકાવ કરવો જોઈએ.

લીલા ઘાસચારાથી થતા ફાયદા

1.       કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, વિટામિન અને ખનીજ જેવા ઘણા પોષક તત્વો લીલા ઘાસચારામાં વિપુલ પ્રમાણમાં મળી રહે છે.

2.        પશુઓમાં પ્રોટીનની ઉણપથી ઉભી થતી બિમારીઓ સામે રક્ષણ આપે

3.       લીલા ઘાસચારામાં વિપુલ પ્રમાણમાં કેરોટિન હોય છે, જે વિટામિન એનું સ્વરૂપ છે જેના કારણે પ્રાણીઓમાં અંધત્વનું જોખમ ઘટે છે.

4.        પ્રાણીઓને લીલો ઘાસચારો ખવડાવવાથી તેમનામાં રક્ત પરિભ્રમણ વધે છે.

 

DISCLAIMER-આ જાણકારી જુદા જુદા રિસર્ચના આધારે આપવામાં આવી છે. જાણકારીને અનુસરતા પહેલા ખેતી નિષ્ણાંતો, કૃષિ વૈજ્ઞાનિકોના સૂચનોનું પાલન કરવું હિતાવહ છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now