Home International After Operation Sindoor Now Operation Sindhu

OPERATION SINDOOR પછી : હવે OPERATION SINDHU, જાણો શેનું છે આ ઓપરેશન

OPERATION SINDOOR પછી
Published by: OBS Bureau
Last Updated: Jun 18, 2025, 05:29 PM IST

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતી લશ્કરી તણાવ અને મિસાઇલ હુમલાઓ વચ્ચે પરિસ્થિતિ વધુ ઉગ્ર બની રહી છે. બંને દેશો વચ્ચેના આ યુદ્ધથી વિશાળ જાનમાલના નુકસાની વચ્ચે ઈરાનમાં સૌથી વધુ અસરો નોંધાઈ રહી છે, જ્યાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.

વિનાશની વચ્ચે, ઈરાનમાં વસવાટ કરતા અને અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીયોની સલામતીને લઈ ચિંતાનો માહોલ છે. તેમના પરિવારજનોે ભારતમાં ભય અને આતંકની સ્થિતિમાં દિવસ પસાર કરી રહ્યા છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે 'ઓપરેશન સિંધુ' શરૂ કર્યું છે, જે અંતર્ગત ઈરાનમાં રહેલા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ઈરાનની ઉર્મિયા મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા લગભગ 110 ભારતીય વિદ્યાર્થીઓને સલામત રીતે આર્મેનિયા લાવવામાં આવ્યા છે, અને તેઓનો પહેલો જથ્થો 18 જૂન મોડી રાત્રે ભારત પહોંચી જશે.
24x7 કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન સક્રિય
વિદેશ મંત્રાલયે તાત્કાલિક કામગીરીના ભાગરૂપે 24x7 કંટ્રોલ રૂમ સ્થાપિત કર્યો છે, જેમાં હેલ્પલાઇન નંબર અને ઈમેલ કોન્ટેક્ટ માહિતી જાહેર કરવામાં આવી છે:

ટોલ ફ્રી નંબર: 1800-11-8797

અન્ય નંબર: +91-11-23012113 / 23014104 / 23017905

વોટ્સએપ: +91-9968291988

ઈમેઇલ: [email protected]

તદુપરી, તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે પણ 24x7 ઇમરજન્સી હેલ્પલાઇન નમ્બરો જાહેર કર્યા છે:

ફક્ત કૉલ માટે: +98 9128109115, +98 9128109109

WhatsApp માટે: +98 9010445557, +98 9015993320, +91 8086871709

અન્ય શહેરો માટે: બંદર અબ્બાસ: +98 9177699036, ઝાહેદાન: +98 9396356649

તેહરાનમાં રહેલા તમામ ભારતીયોને તાત્કાલિક શહેર છોડવાની સલાહ
તહોર પરિસ્થિતિને ધ્યાને રાખી, તેહરાનમાં ભારતીય દૂતાવાસે એક મહત્વપૂર્ણ એડવાઈઝરી જારી કરી છે. તેમાં જણાવ્યું છે કે:

તમામ ભારતીય નાગરિકોએ તાત્કાલિક તેહરાન છોડવું જોઈએ

બિનજરૂરી પ્રવૃત્તિઓથી બચવું

દૂતાવાસ અને MEAના સોશિયલ મીડિયા પર મળતી સૂચનાઓનું પાલન કરવું

સ્થાનિક અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સલાહોનું અનુસરણ કરવું

દૂતાવાસે ખાસ કરીને તેમના રેકોર્ડમાં નહીં હોય તેવા ભારતીય નાગરિકોને તાત્કાલિક સંપર્ક કરવા કહ્યું છે, જેથી જો કોઈ પણ તાકીદ પડે ત્યારે સહાયતા પૂરી પાડી શકાય.

નિહાળવામાં આવી રહેલી પરિસ્થિતિ
વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે તે ઈરાન-ઇઝરાયલ વચ્ચેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે, અને જરૂર પડ્યે વધુ મજબૂત પગલાં લેવાશે. ભારત સરકારના વિવિધ વિભાગો — વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, દૂતાવાસો અને બચાવ દળો સાથે સંકલન કરીને સમગ્ર ઓપરેશન ઝડપથી આગળ વધારી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?