Home International After Operation Sindoor All Party Meet At Delhi India Pakistan Issue

ચાલુ રહેશે ઓપરેશન સિંદૂર! સર્વદલીય બેઠકમાં સરકારને મળ્યો વિપક્ષનો સાથ : દેશને એકજૂટ રહેવા PMની હાંકલ, રાહુલ ગાંધીએ કહ્યું સંકટની ઘડીમાં અમે સરકાર સાથે

ચાલુ રહેશે ઓપરેશન સિંદૂર! સર્વદલીય બેઠકમાં સરકારને મળ્યો વિપક્ષનો સાથ
Published by: OBS Bureau
Last Updated: May 08, 2025, 08:00 AM IST

After Operation Sindoor All Party Meet: ઓપરેશન સિંદૂર કેવી રીતે થયું, સરકારે તમામ પક્ષોને જણાવ્યું. રક્ષામંત્રી રાજનાથ સિંહે તમામ પક્ષોના નેતાઓને સંપૂર્ણ માહિતી આપી. સર્વદલીય બેઠકમાં હાજર દરેક પક્ષના મુખ્ય નેતાઓએ પોતાના મંતવ્યો પણ આપ્યાં, જેની સરકારે નોંધ લીધી.

ખાસ કરીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યુંકે, સંકટના સમયમાં સરકારની કોઈ ટીકા કરવાની નથી. આપણે સૌ દેશના હિતમાં એકજૂટ છીએ. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સર્વદલીય બેઠક બાદ કહ્યુંકે, આતંકવાદ સામેની લડાઈ અને સંકટની ઘડીમાં અમે પુરી રીતે સરકારની સાથે છીએ.

સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ જણાવ્યુંકે,  હજુ પણ ઓપરેશન સિંદૂર જારી છે. ઓપરેશન સિંદૂર પર રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં મળેલી સર્વદલીય બેઠક ખુબ સારી રીતે સંપન્ન થઈ.સરકારના દરેક નિર્ણય અને સેનાની દરેક કાર્યવાહીમાં વિપક્ષે સાથ આપવાનું વચન આપ્યું છે. ઓપરેશન સિંદૂરની કાર્યવાહીમાં વિપક્ષે પણ પ્રધાનમંત્રી મોદીના નિર્ણયને સમર્થન જાહેર કરી દીધું છે. અમે વિપક્ષના નેતાઓને તેમના સમર્થન પર ધન્યાબાદ આપીએ છીએ. સંકટમાં વિપક્ષો સરકારને સાથ એ દર્શાવે છેકે,ભારત એક પરિવક્વ લોકતંત્ર છે. અમે માત્ર સરકાર બનાવવા માટે રાજનીતિ નથી કરતા, અમે દેશ બનાવવા માટે રાજનીતિ કરીએ છીએ. આ બાબત સર્વદલીય બેઠકમાં જોવા મળી.

સર્વદલીય બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ વધુમાં જણાવ્યુંકે, ઓપરેશન હજુ પુરું નથી થયું, ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે. ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકના 9 ઠેકાણાં તબાહ કર્યાં છે. જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ આતંકીઓનો ખાતમો થયો છે. હજુ પણ આતંકના બીજા અડ્ડાઓ ખાતમો કરવાનો બાકી છે. એ દરમિયાન પાકિસ્તાન બોર્ડર પર પણ કોઈ અવળચંડાઈ કે અટકચાળો કરશે તો તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. હાલ બોર્ડર પાકિસ્તાન જે રીતે સીઝફાયરનો નિયમ ભંગ કરી રહ્યું છે, તેને ભારતીય સેના દ્વારા પુરી તાકતથી જડબાતોડ જવાબ આપી રહી છે.

આ સિવાય ઓપરેશન સિંદૂર અંગેની જાણકારી આપવા રક્ષામંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બોલાવામાં આવેલી સર્વદલીય બેઠકમાં દરેક નેતાઓએ ભારતીય સેનાને સલામ કરી. ઓલ પાર્ટી મીટમાં દરેક પક્ષના નેતાઓએ સરકારની કાર્યવાહીના વખાણ કર્યા અને ગૌરવની અનુભૂતિ કરી. આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું, ભારત કોઈને સતાવતું નથી પણ ભારત કોઈની સતામણી ચલાવી પણ નહીં રહે. ઓપરેશન સિંદૂર આતંકવાદને સણસણતો જવાબ છે. ભારતીય સેના જિન્દા બાદ, જયહિંદ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,
ફોન પર પ્રતિબંધથી 75% વિદ્યાર્થીઓની એકાગ્રતામાં થયો મોટો વધારો!
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video