Home Entertainment After Kashmir Now Delhi Files Will Release Mithun Da Will Showcase The Story

'ધ દિલ્લી ફાઈલ્સ' : કાશ્મીર બાદ હવે ખુલશે દિલ્લીની ફાઈન, મિથુન દા બતાવશે નરસંહારની કહાની

'ધ દિલ્લી ફાઈલ્સ'
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 02:43 PM IST

ધ કશ્મીર ફાઈલ્સ બાદ ફિલ્મકાર વિવેક અગ્નિહોત્રી વધુ એક ધમાકેદાર કોન્સ્ટેપ્ટ લઈને દર્શકોની સાથે લઈને આવી રહ્યા છે. જેનું ટીઝર સામે આવ્યું છે. આ પહેલા તેઓ કશ્મીર ફાઈલ્સ લાવ્યા હતા. જે ફિલ્મમાં કશ્મીરમાં થયેલા કશ્મીરી પંડિતના નરસંહારની કહાની બતાવવામાં આવી હતી. અને હવે તેઓ બંગાળની મોટી કહાની બતાવવામાં જઈ રહ્યા છે. તેમની ફિલ્મ ધ દિલ્લી ફાઈલ્સઃ ધ બંગાલ ચેપ્ટરનું ટીઝર હાલમાં જ રિલીઝ થયું, જેને જોઈને ચાહકોમાં ઉત્સુકતા છે.આ કહાની પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી કહી રહ્યા છે.

ફિલ્મની ટીઝરની શરૂઆત પણ મિથુન ચક્રવર્તીથી જ થાય છે. મિથુનને ખૂબ જ બુઢા અને પરેશાન બતાવવામાં આવ્યા છે. જે દિલ્લીમાં બનેલી ઘટનાઓથી આહત થયેલા છે. મિથુન ભારતીય સંવિધાનની પ્રસ્તાવનાને રિપીટ કરી રહ્યા છે. આખરે તે જે જગ્યાએ આવીને રોકાય છે, ત્યાં દીવાલ પર એક મહિલાની તસવીર છે અને એક પુરુષની તસવીર છે. જે ખૂબ જ સૂચક રીતે બતાવવામાં આવી છે. મિથુન દાનો અંદાજ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

શું છે સાચી કહાની?
મિથુન ચક્રવર્તીનો કિરદાર અને બોલવાનો ઢંગ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. યૂઝર્સ તેને મચ અવેઈટેડ ફિલ્મ ઓફ ધ યર કરી રહ્યા છે. આ ફિલ્મની કહાની 1946ની ધ ગ્રેટ કલકત્તા કિલિંગ્સ પર આધારિત જણાવવામાં આવી રહી છે. જેને આખા દેશને શોકમાં નાખ્યો હતો. આ દંગામાં 5 હજાર જેટલા લોકો માર્યા ગયા હતા. અને લોકો ઘાયલ થયા હતા. આ ફિલ્મની ટીઝર ગણતંત્ર દિવસ પર રિલીઝ કરવામાં આવ્યું છે અને ફિલ્મ રિલીઝ સ્વતંત્રતા દિવસ પર કરવાની યોજના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now