Home International After Earthquake 216 Prisoners Escape From Malir Jain In Karachi

પાકિસ્તાનની જેલમાંથી કેદીઓ ફરાર! : ભૂકંપ બાદની અફરાતફરીનો લાભ લઈ કરાચીની જેલમાંથી નાસી છૂટ્યા 216 કેદીઓ

પાકિસ્તાનની જેલમાંથી કેદીઓ ફરાર!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 03, 2025, 09:58 AM IST

Breaking News: પાકિસ્તાનના કરાચી શહેરમાં ભૂકંપના કારણે સર્જાયેલી અંધાધૂંધીનો લાભ લઈ 216 કેદી ફરાર થઈ ગયા 'બચ્ચા જેલ' તરીકે ઓળખાતી માલીર ડિસ્ટ્રિક્ટ જેલમાંથી કેદીઓ ભાગી જતાં જેલ પ્રશાસન અને સ્થાનિક પોલીસે કેદીઓને પુનઃ પકડવા કવાયત શરૂ કરી. છેલ્લા 48 કલાકમાં કરાચીમાં 9 થી 11 વખત ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા, જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.6 થી 3.6 ની વચ્ચે હતી. આ આંચકાઓને કારણે જેલની બહારની દિવાલ નબળી પડી ગઈ હતી.અને આ દીવાલ તોડી કેદીઓ ફરાર થવામાં સફળ રહ્યા.

ભૂકંપ પછી ગણતરી માટે ૨૦૦૦ કેદીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે કેટલાક કેદીઓએ ગાર્ડ પર હુમલો કરી હથિયારો છીનવી દિવાલ તોડીને ભાગી ગયા. 216  કેદીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમાંથી 78 ને ફરીથી કબજે કરવામાં આવ્યા છે, જ્યારે 138 હજુ પણ ફરાર છે. ગોળીબારમાં એક કેદીનું મોત થયું હતું, અને ફ્રન્ટિયર કોર્પ્સના ત્રણ કર્મચારીઓ અને એક જેલ કર્મચારી ઘાયલ થયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં, કેદીઓ રસ્તાઓ પર દોડતા અને ફાયરિંગ ના અવાજ સાંભળવા મળે છે.

3 જૂનની સવારે, ભૂકંપના આંચકા પછી કરાચીની મલીર જેલમાં ભારે અરાજકતા જોવા મળી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જેલ પ્રશાસને સેલ ખોલ્યા, પરંતુ પરિસ્થિતિ ટૂંક સમયમાં હિંસક બની ગઈ. કેટલાક કેદીઓએ ગાર્ડ્સ પર હુમલો કર્યો, હથિયારો છીનવી લીધા અને ગોળીબાર શરૂ કર્યો. આ ઘટનામાં એક કેદીનું મોત થયું જ્યારે ત્રણ સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા. આ અરાજકતાનો લાભ લઈને 216 કેદીઓ જેલમાંથી ભાગી ગયા.

અત્યાર સુધીમાં ફક્ત 78 કેદીઓની ફરીથી ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભાગી ગયેલા કેદીઓમાંથી કોઈ પણ આતંકવાદ સાથે જોડાયેલ નથી. પોલીસ અને રેન્જર્સ દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ભૂકંપનાં આંચકા આવતા સાવચેતીના પગલા તરીકે, કેદીઓને તેમના સેલમાંથી બહાર કાઢીને મુખ્ય દરવાજા પાસે ભેગા કરવામાં આવ્યા હતા. આ ટોળામાંથી કેટલાક કેદીઓએ ગાર્ડ પર હુમલો કર્યો અને જેલનો મુખ્ય દરવાજો તોડી ભાગી ગયા.

સિંધના ગૃહમંત્રી ઝિયા-ઉલ-હસન લંજરે સ્પષ્ટતા કરી હતી કે જેલની દિવાલ તોડીને કેદીઓ ભાગી ગયા હોવાના પ્રારંભિક અહેવાલો ખોટા છે. ભૂકંપનાં આંચકાને કારણે દિવાલમાં દેખાતી તિરાડો પડી હતી, પણ દિવાલ હજુ સુધી અકબંધ છે, અને ભાગી જવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. કેદીઓએ અફરાતફરીનો લાભ ઉઠાવ્યો અને દરવાજા તોડી નાખ્યા, જપ્ત કરેલા હથિયારોનો ઉપયોગ કરીને ગાર્ડ્સ પર ગોળીબાર કર્યો અને ભાગી ગયા.

શહેરમાં તાત્કાલિક હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યું હતું, અને શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મંગળવાર સવાર સુધીમાં, 75 કેદીઓને ફરીથી પકડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય હજુ પણ ફરાર છે. સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં ભાગી ગયેલા કેદીઓ કરાચીની શેરીઓમાં ભટકતા જોવા મળ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now