Home Entertainment After Court Marriage Sara Khan Will Take Seven Trips With Krish

કોર્ટ મેરેજ બાદ સારા ખાન લેશે ક્રિશ સાથે સાત ફેરા : લગ્નની તારીખ જાહેર, પુત્રના લગ્નમાં પિતાની હાજરી પર સવાલ

કોર્ટ મેરેજ બાદ સારા ખાન લેશે ક્રિશ સાથે સાત ફેરા
Published by: OBS Bureau
Last Updated: Dec 01, 2025, 11:27 AM IST

Sara Khan wedding: ટીવી અભિનેત્રી સારા ખાન અને ‘રામાયણ’ ફેમ સુનીલ લહરીના પુત્ર ક્રિશ (કૃષ) પાઠકે ગત 6 ઓક્ટોબરે પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ખાનગી કોર્ટ મેરેજ કરી લીધું હતું. હવે આ દંપતી ભવ્ય લગ્ન સમારોહની તૈયારીઓમાં વ્યસ્ત છે અને તેમણે સોશિયલ મીડિયા પર સત્તાવાર રીતે લગ્નની તારીખ જાહેર કરી દીધી છે. સારા ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ખૂબસૂરત પ્રી-વેડિંગ વીડિયો શેર કર્યો છે, જેમાં તે લીલા રંગનો ભારી લહેંગા પહેરેલી છે અને ક્રિશ લખનૌઈ ચિકનકારીવાળા સફેદ કુર્તા-પાયજામામાં દેખાઈ રહ્યો છે. વીડિયોમાં બંનેની રોમેમેન્ટિક કેમિસ્ટ્રી જોવા મળે છે અને છેલ્લે સ્ક્રીન પર લખેલું છે – “5th December 2025”.

મંદિરની બહાર અને મસ્જિદની સામે પોઝ

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લગ્નની ચર્ચા એટલા માટે પણ વધુ ગરમ છે કારણ કે સારા ખાન મુસ્લિમ છે અને ક્રિશ પાઠક હિન્દુ પરિવારમાંથી આવે છે. પ્રી-વેડિંગ શૂટમાં બંને મંદિરની બહાર અને મસ્જિદની સામે પણ પોઝ આપતા દેખાયા છે, જે બંને ધર્મોના સમન્વયને દર્શાવે છે.

સુનીલ લહરી આ લગ્નમાં હાજર રહેશે?

સૌથી મોટો સવાલ એ છે કે શું ક્રિશના પિતા, પ્રખ્યાત અભિનેતા સુનીલ લહરી (જેમણે રામાનંદ સાગરની ‘રામાયણ’માં લક્ષ્મણની ભૂમિકા ભજવી હતી) આ લગ્નમાં હાજર રહેશે? અત્યાર સુધી સુનીલ લહરીએ આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી અને તેમના પુત્રના લગ્ન અંગેના ઘણા સમાચાર છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં રહ્યા છે. સારા ખાને ‘બિદાઈ’, ‘સસુરાલ સિમર કા’, ‘ભાગ્યલક્ષ્મી’ તથા ‘બિગ બૉસ 4’ જેવા અનેક પ્રોજેક્ટમાં કામ કર્યું છે, જ્યારે ક્રિશ પાઠક ‘POW – બંદી યુદ્ધ કે’ અને અન્ય શોમાં જોવા મળ્યા છે. 5 ડિસેમ્બર 2025ના રોજ યોજાનારા આ ભવ્ય લગ્ન સમારોહની દેશભરના ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now