Home Sports After Ashwin These 3 Cricketers Can Also Retire From Ipl Can Announce

IPLમાંથી વધુ 3 ક્રિકેટરો લઈ શકે છે નિવૃત્તિ? : આ લિસ્ટમાં RCBનો પૂર્વ કેપ્ટન પણ સામેલ

IPLમાંથી વધુ 3 ક્રિકેટરો લઈ શકે છે નિવૃત્તિ?
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 09:28 AM IST

વર્ષ 2025ની શરૂઆતમાં રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહ્યું. હવે તેણે IPLમાંથી પણ નિવૃત્તિ લઈ ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર IPL માંથી વધુ ત્રણ ક્રિકેટરો સંન્યાસ લેવાની સંભાવના રહેલી છે. આ ક્રિકેટરોનું IPL 2025માં ખાસ પ્રદર્શન જોવા મળ્યું હતું.

ઈશાંત શર્મા

સ્ટાર ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ અત્યાર સુધીમાં IPLમાં 117 મેચ રમી છે. જેમાં તેને 35.18ની એવરેજથી 96 વિકેટ લીધી છે. ઈશાંત શર્માનો ઈકોનોમી રેટ 8.38 રહ્યો છે. ઈશાંત IPL 2025માં ગુજરાત ટાઈટન્સનો ભાગ હતો, જ્યાં તે આશા મુજબ પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો છે. 36 વર્ષનો ઈશાંત શર્મા લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. આવી પરિસ્થિતિમાં ઈશાંત ટૂંક સમયમાં IPL સહિત ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લઈ શકે છે.

ફાફ ડુ પ્લેસિસ

આરસીબીના ભૂતપૂર્વ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે આઈપીએલમાં ઘણી ફ્રેન્ચાઈઝી માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. ફાફે અત્યાર સુધીમાં આઈપીએલમાં 154 મેચ રમી છે. જેમાં તેને 35.1 ની એવરેજથી 4773 રન બનાવ્યા છે. આ દરમિયાન ફાફ ડુ પ્લેસિસે 39 અડધી સદી ફટકારી છે. ફાફ ડુ પ્લેસિસનો સ્ટ્રાઈક રેટ 135.79 રહ્યો છે. પરંતુ ફાફ આઈપીએલ 2025 માં ખરાબ રીતે નિષ્ફળ ગયો. જેના કારણે આ 41 વર્ષના ખેલાડીની કારકિર્દી જોખમમાં છે. જેના કારણે ફાફ ટૂંક સમયમાં નિવૃત્તિ લઈ શકે છે.

ઉમેશ યાદવ

ભારતીય ફાસ્ટ બોલર ઉમેશ યાદવ ગયા સિઝનમાં અનસોલ્ડ રહ્યો હતો. અત્યાર સુધીમાં ઉમેશ IPLમાં 148 મેચ રમ્યો છે. જેમાં તેને 29.97ની એવરેજથી 144 વિકેટ લીધી છે. આ દરમિયાન ઉમેશનો ઈકોનોમી રેટ 8.49 રહ્યો છે. ઉમેશ છેલ્લે ગુજરાત ટાઈટન્સ માટે IPL રમ્યો હતો. જ્યાં તે સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. હાલમાં ટીમ ઈન્ડિયામાં આ સ્ટાર ખેલાડીની વાપસી મુશ્કેલ લાગે છે. આવી પરિસ્થિતિમાં ઉમેશ ટૂંક સમયમાં નિવૃત્તિ લેવાનો નિર્ણય પણ લઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now