Home Tech/Gadgets After Ai Tools Now Comes The Ai Robot Girlfriend

સિંગલ લોકો માટે ખાસ : AI ટૂલ બાદ હવે આવી AI રોબોટ ગર્લફ્રેન્ડ, એકદમ લાગે છે અસલી જેવી...

સિંગલ લોકો માટે ખાસ
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2025, 05:07 PM IST

AI ટૂલ્સ અને ચેટબોટ બાદ હવે AI રોબોટ ગર્લફ્રેન્ડ આવી ગઈ છે. જેના ખાસ એકલતા દૂર કરવા માટે અને ઈન્ટિમસી માટે લોન્ચ કરવામાં આવી છે.આ ચહેરાથી હાવભાવ પણ બતાવી શકે છે.અને તે તમારી સાથે હશે તો અસલી છોકરી જેવી લાગે છે. આને ખરીદવા માટે જંગી ખર્ચ કરવો પડશે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને ટેક્નોલોજીનું ભવિષ્ય ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ખૂબ જ વિચિત્ર ગણાવી રહ્યા છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

CES 2025માં આ AI ગર્લફ્રેન્ડ લોન્ચ કરાઈ
આ AI રોબોટ ગર્લફ્રેન્ડનું નામ એરિયા છે. તેને અમેરિકાની કંપની રિયલબોટિક્સે સીઈઓ 2025માં લોન્ચ કરી છે. આ કંપની ઈન્ટેલિજન્ટ, કસ્ટમાઈઝેલ અને અસલી માણસો જેવા ફીચર વાળો રોબોટ તૈયાર કર્યો છે. એરિયાના આખા શરીરમાં 17 મોટર્સ લગાવવામાં આવી છે. જેની મદદથી તેને શરીરની મૂવમેન્ટમાં મદદ કરે છે. તેનો ચહેરો, વાળનો રંગ, હેરસ્ટાઈલ ચેન્જ કરી શકાય છે.

Aria ટેસ્લાના રોબોટ Optimus ને મળવા માંગે છે
આ રોબોટમાં RFID ટેગ છે. તેની મદદથી તે આપમેળે અનુમાન લગાવે છે કે તેણે કયો ફેસ માસ્ક પહેર્યો છે. તેના આધારે તે તેની હિલચાલ અને વ્યક્તિત્વમાં ફેરફાર કરે છે. એક ઈન્ટરવ્યુમાં આરિયાએ જણાવ્યું કે તે ટેસ્લાના ઓપ્ટીમસ રોબોટને મળવા માંગે છે. Aria અનુસાર, Optimus ખૂબ જ અદ્ભુત છે.

આટલી છે કિંમત
આ રોબોટના ત્રણ વર્ઝન રજૂ કરવામાં આવ્યા છે. એક વેરિયન્ટમાં માત્ર ગરદનથી ઉપરનો ભાગ મળશે. તેના માટે લગભગ 8.60 લાખ રૂપિયા ખર્ચવા પડશે. બીજો ઓપ્શન મોડ્યૂલર વર્ઝન છે. જેના ભાગને અલગ અલગ કરી શકાય છે. તેની કિંમત 1.29 કરોડ છે. સાથે જ જે ફૂલ સાઈઝ મોડેલ છે તેની કિમત દોઢ કરોડ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now