Home Tech/Gadgets Affordable Iphone Se Is Coming

આવશે સસ્તો iPhone SE : ખરીદવા માટે કિડની ન વેચવી પડે તેવો iPhone SE આવશે

આવશે સસ્તો iPhone SE
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 06:00 AM IST

આઈફોની ઘેલછા અને લેવાની ઈચ્છા હવે ખૂબ જ વધી ગઈ છે. દરેક લોકો આઈફોન લેવા માંગે છે. પરંતુ તેના નવા મોડેલની કિંમત ખૂબ જ વધારે છે. મજાકમાં એવું પણ કહેવામાં આવે છે કે, આઈફોન લેવા માટે કિડની વેચવી પડશે. જો કે હવે એવું નહીં થાય. કારણ કે હવે લોને પરવડે એવો સસ્તો iPhone SE આવી રહ્યો છે. જેનું વેચાણ આ જ મહિનામાં શરૂ થઈ શકે છે. આ ફોન આઈફોન 14 જેવો દેખાવમાં હોય શકે છે. જેમાં હોમ બટન નહીં હોય તેવી શક્યતા છે. અને ટાઈપ સી પોર્ટ આવી શકે છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી iPhone SE 4 સમાચારમાં છે. હાલમાં એપલે લોન્ચ તારીખની જાહેરાત કરી નથી. પરંતુ, ફોન અંગે ઘણી બધી લીક્સ અને અફવાઓ સામે આવી છે. ઉદાહરણ તરીકે, iPhone SE 4 એપલ ઇન્ટેલિજન્સ પ્રદાન કરવા માટે સૌથી સસ્તું iPhone હોઈ શકે છે. એટલું જ નહીં, તે તેના પાછલા મોડેલ કરતાં ઘણા અપડેટ્સ લાવવાની પણ અફવા છે. નવીનતમ ટિપથી જાણવા મળ્યું છે કે ફોન સંબંધિત આ બધી ચર્ચાઓ ટૂંક સમયમાં સમાપ્ત થશે. બ્લૂમબર્ગના માર્ક ગુરમેનના જણાવ્યા અનુસાર, એપલ આવતા અઠવાડિયે iPhone SE 4 રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યું છે.

ચર્ચા છે કે, આ iPhone SE 4ની ડિઝાઈન આઈફોન 14 જેવી જ હશે. જેમાં મોટા બેજલ્સ અને ટચ આઈડી હોમ બટનને રિપ્લેસ કરવામાં આવશે. આ લોન્ચ સાથે લાગે છે કે, એપલ ટચ આઈડીને ખતમ કરી શકે છે. લીક થયેલી ઈમજ અનુસાર iPhone SE 4માં સિંગલ કેમેરો હશે. સાથે ગયા iPhone SE કરતા મોટી સ્ક્રીન આવશે. ફોનના અન્ય ફીચર અને કેમેરા સેટઅપ સારું હોવાની વાતો પણ સામે આવી શકે છે. જેના કારણે લોકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now