Home International Aeroindia 2025 Russias Su57 To Debut F35 Will Not Take Part In Demo

પહેલી વખત રશિયન SU-57 ભારતીય આકાશમાં હાથ અજમાવશે : અમેરિકી F-35નો ડેમો થયો રદ

પહેલી વખત રશિયન SU-57 ભારતીય આકાશમાં હાથ અજમાવશે
Published by: OBS Bureau
Last Updated: Feb 01, 2025, 04:43 AM IST

10મી ફેબ્રુઆરીથી બેંગાલુરુ ‘એરો ઈન્ડિયા-2025’ની શરૂઈત થઈ રહી છે. વિશ્વના તમામ દેશો તેમના આધુનિક શસ્ત્રો સાથે આવી રહ્યા છે. દર વખતે લોકોની નજર નવા એરક્રાફ્ટ પર હોય છે. ગત વર્ષે, પ્રથમ વખત, દરેકની નજર અમેરિકન 5th Gen પેઢીના ફાઇટર F-35 પર હતી. આ વખતે રશિયા આ કામ કરવા જઈ રહ્યું છે. રશિયા આ વર્ષે પ્રથમ વખત ભારતને તેનું પાંચમી પેઢીનું ફાઈટર જેટ સુખોઈ 57 રજૂ કરશે. આ વર્ષે પણ અમેરિકા, એશિયાના સૌથી મોટા એર શોમાં F-35 લાવી રહ્યું છે. હવે સવાલ એ થાય છે કે શું બંને કટ્ટર હરીફો ભારતના આકાશમાં હાથ અજમાવવા જઈ રહ્યા છે? જવાબ નિરાશાજનક છે. જવાબ ના છે.

Su-57 અને F-35નું પરીક્ષણ નથી કરવામાં આવી રહ્યું

રશિયાનું સ્ટીલ્થ ફાઈટર જેટ Su-57 (Sukhoi-57) એરોઈન્ડિયામાં પ્રથમ વખત તેની વિશેષતાઓનું પ્રદર્શન કરશે. અમેરિકાનું 5મી જનરેશનનું સ્ટીલ્થ ફાઈટર જેટ F-35ને જોઈ શકાશે. યુએસ એરફોર્સના કોમ્બેટ એર કમાન્ડે નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ શેડ્યૂલમાં, AeroIndia ખાતે F-35નો ડેમોને રદ કરવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે F-35 મેન્યુફેક્ચરિંગ કંપની લોકહીડ માર્ટિને પણ આ વાતના સંકેત આપ્યા છે. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, 2 અમેરિકન F-35 સ્ટીલ્થ ફાઇટર જેટને સામેલ કરવામાં આવી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી માત્ર એટલી જ માહિતી છે કે તેઓ ડેમોમાં ભાગ લેશે નહીં. 2023માં F-35 એરક્રાફ્ટે એરોઈન્ડિયામાં ભાગ લીધો હતો અને ઉડાન પણ ભરી હતી. રશિયાએ એરો ઈન્ડિયા સાથે રશિયન સુખોઈ 57ને એડ કરવાની જાહેરાત કરી દીધી છે. જો સૂત્રોનું માનીએ તો સુખોઈ ડેમોમાં હશે પરંતુ તેને સ્ટેટિક ડિસ્પ્લેમાં સામેલ કરવામાં આવશે નહીં.

Su-57 સાથે ભારતના જૂના સંબંધો

સુખોઈ-57 ભલે પહેલીવાર ભારતીય આકાશમાં ઉડતું હોય પરંતુ ભારત સાથે તેનો સંબંધ બે દાયકા જૂનો છે. 2000ના દાયકામાં, ભારતે રશિયા સાથે મળીને પાંચમી પેઢીના એરક્રાફ્ટ એટલે કે FGFA પ્રોજેક્ટ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ ભારતે વર્ષ 2018માં આ પ્રોજેક્ટથી પોતાને દૂર કર્યું હતું તેની પાછળનું કારણ સ્વદેશી 5th gen ફાઇટર એરક્રાફ્ટ AMCA પ્રોજેક્ટ હોવાનું કહેવાય છે. એવા પણ અહેવાલો છે કે આ પ્રોજેક્ટ બંધ નથી થયો. માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટ ફરીથી શરૂ થઈ શકે છે. વર્ષ 2020માં, સુખોઈ 57 રશિયન એરફોર્સમાં જોડાયું હતું અને તેણે વર્ષ 2022 માં યુક્રેન વિરુદ્ધ ઓપરેશનમાં પણ ભાગ લીધો હતો. અવાજ કરતા બમણી ઝડપે ઉડી શકે છે. તે એક સમયે પોતાની સાથે સાડા સાત ટનથી વધુ હથિયારો લઈ જઈ શકે છે. રશિયાની સુખોઈ કંપની દ્વારા નિર્મિત Su-57ને ગયા વર્ષે નવેમ્બરમાં ચીનના એર શોમાં બતાવવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now