Home Automobile Adas Feature In Cars From Tata Nexon To Mahindra Xuv 3xo Under Just 15 Lakhs

Tata Nexon થી લઈને Mahindra XUV 3XO સુધીની કારમાં ADAS ફીચર! : કિંમત છે એકદમ ઓછી અને ફીચર્સ મોંઘી Cars જેવા

Tata Nexon થી લઈને Mahindra XUV 3XO સુધીની કારમાં ADAS ફીચર!
Published by: OBS Bureau
Last Updated: Oct 19, 2025, 06:48 AM IST

ADAS feature under ₹15 lakh: ભારતમાં, ADAS (Advanced Driver Assistance System) હવે ફક્ત લક્ઝરી કાર સુધી મર્યાદિત નથી. પહેલાં, આ ફીચર ફક્ત હાઇ-એન્ડ વાહનોમાં જ ઉપલબ્ધ હતું, પરંતુ હવે ₹15 લાખથી ઓછી કિંમતની કારમાં પણ આ સેફટી ફીચર આપવામાં આવે છે. જાણો ₹15 લાખથી ઓછી કિંમતની ADAS ફીચર ધરાવતી આ સસ્તી કારોની માહિતી.

ADAS લેવલ

ADAS સિસ્ટમનો હેતુ રસ્તા પર ડ્રાઇવરોને સુરક્ષિત રાખવા અને અકસ્માતોનું જોખમ ઘટાડવાનો છે. કેમેરા, સેન્સર અને રડારનો ઉપયોગ કરીને, કાર આસપાસના વાહનો અને રસ્તાની સ્થિતિને ઓળખે છે. ADAS બે લેવલમાં વહેંચાયેલું છે - લેવલ 1 અને લેવલ 2. લેવલ 1 માં લેન ડિપાર્ચર વોર્નિંગ અને ફોરવર્ડ કોલિઝન એલર્ટ જેવી બેસિક સેફટી અસિસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે લેવલ 2 માં ઓટોનોમસ બ્રેકિંગ, લેન કીપ આસિસ્ટ અને એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલ જેવી વધુ અદ્યતન ફીચર મળે છે.

Honda Amazeજો તમે ADAS ફીચર્સ ધરાવતી સેડાન શોધી રહ્યા છો એ પણ બજેટમાં, તો Honda Amaze શ્રેષ્ઠ વિકલ્પ છે. Honda Amaze નું ટોપ-એન્ડ ZX વેરિઅન્ટ ADAS સાથે આવે છે, જેની કિંમત ₹9.14 લાખ (એક્સ-શોરૂમ) છે. આ તેના સેગમેન્ટમાં એકમાત્ર સેડાન છે જે આ ફીચર આપે છે. Honda ના આ ફીચરને "Honda Sensing" કહેવામાં આવે છે, જે કારને વધુ સુરક્ષિત અને સ્માર્ટ બનાવે છે.

Tata NexonTata Motors ની લોકપ્રિય SUV, Tata Nexon હવે લેવલ 2 ADAS સાથે આવે છે. આ ફીચર Fearless +PS Petrol Automatic અને Red Dark Edition માં ઉપલબ્ધ છે. ADAS ને કારણે, Nexon માં લેન કીપ આસિસ્ટ, ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. આશરે ₹13.53 લાખ (એક્સ-શોરૂમ) કિંમત સાથે, તે તેના સેગમેન્ટમાં સૌથી સુરક્ષિત અને સૌથી એડવાસ SUV માંની એક છે.

Mahindra XUV 3XOMahindra XUV 3XO એ બીજી એક શાનદાર SUV છે જે હવે લેવલ 2 ADAS સાથે આવે છે. આ ફીચર તેના AX5 L અને ટોપ-સ્પેક AX7 L વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેમાં ઓટો બ્રેકિંગ, લેન આસિસ્ટ અને બ્લાઇન્ડ સ્પોટ ડિટેક્શન જેવી અદ્યતન ફીચર્સ આપવામાં આવ્યા છે.

અન્ય કંપનીની કાર

Kia Sonet માં લેવલ 1 ADAS છે, જે GTX+ અને X-લાઇન વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેવી જ રીતે, Hyundai Venue પણ SX(O) ટ્રીમમાં લેવલ 1 ADAS સાથે આવે છે. Honda ની અન્ય કાર City અને Elevate જેવી કાર પણ ADAS થી સાથે આવે છે, જેમાં City V, VX અને ZX વેરિઅન્ટમાં અને Elevate ZX વેરિઅન્ટમાં ADAS ફીચર મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now