Home International Adani Group Denies Allegations Of Bribery In Us

અદાણી ગ્રુપની ચોખવટ : અમેરિકામાં ગૌતમ અદાણી, પરિવાર પર લાંચનો કોઈ આરોપ નથી, મીડિયામાં છપાયેલા સમાચાર ખોટા, કંપનીનું સ્ટોક એક્સચેન્જમાં નિવેદન

અદાણી ગ્રુપની ચોખવટ
Published by: OBS Bureau
Last Updated: Nov 27, 2024, 07:56 AM IST

અદાણી ગ્રીન એનર્જીએ સ્પષ્ટતા કરી છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્શન એક્ટ હેઠળ લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી.

અદાણી ગ્રીન એનર્જીએ બુધવારે સ્પષ્ટતા જારી કરીને કહ્યું કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વરિષ્ઠ એક્ઝિક્યુટિવ વિનીત જૈન પર યુએસ ડિપાર્ટમેન્ટ ઑફ જસ્ટિસ (ડીઓજે)ની ચાર્જશીટમાં યુએસ ફોરેન કરપ્શન એક્ટ (એફસીપીએ) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો નથી. કંપનીએ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં આ જાણકારી આપી છે. એક્સચેન્જ ફાઇલિંગમાં, AGELએ કહ્યું છે કે અદાણી જૂથના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો અંગે વિવિધ મીડિયા જૂથો દ્વારા પ્રકાશિત અહેવાલો પણ ખોટા છે.

કંપનીએ તમામ મીડિયા અહેવાલોને નકારી કાઢ્યા છે કે અદાણી જૂથના મુખ્ય અધિકારીઓ ગૌતમ અદાણી, સાગર અદાણી અને સિનિયન ડિરેક્ટર વિનીત જૈન યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહ્યા છે. અદાણી ગ્રીન એનર્જીએ તેના નિવેદનમાં કહ્યું છે કે જૂથ વિરુદ્ધ મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો સંપૂર્ણપણે ખોટા છે.

અદાણી ગ્રીન એનર્જીએ સ્પષ્ટતા કરી છે કે ગૌતમ અદાણી, સાગર અદાણી અને વિનીત જૈન પર યુએસ ફોરેન કરપ્શન એક્ટ હેઠળ લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો નથી. કંપનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર એઝ્યુર પાવરના અધિકારીઓ અને કેનેડિયન રોકાણકાર પર લાંચ લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

ભ્રષ્ટાચાર અને લાંચમાં અદાણી ગ્રુપના કોઈ અધિકારીનું નામ નથી

અદાણી ગ્રીન એનર્જીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને લાંચ સંબંધિત આરોપોમાં માત્ર રણજીત ગુપ્તા, સિરિલ કેબેન્સ, સૌરભ અગ્રવાલ, દીપક મલ્હોત્રા અને રૂપેશ અગ્રવાલ અને એઝ્યુર પાવરના સીડીપીક્યુના નામ છે.  અદાણી ગ્રુપના કોઈપણ અધિકારીનું નામ નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now