Home Gujarat Action Taken In Case Of Attack On Youth In Jamnagar

જામનગરમાં યુવાન પર હુમલા મામલે કાર્યવાહી : 8 આરોપીઓની અટકાયત, પાઇપ-ધોકા વડે કર્યો હતો હુમલો

જામનગરમાં યુવાન પર હુમલા મામલે કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 11:37 AM IST

જામનગર શહેરમાં બે દિવસ પહેલા બનેલી હિંસક ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. શહેરના દરબારગઢ નાકા બહાર આવેલા પાંચ હાટડી વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક યુવાન પર સાત લોકો દ્વારા ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, ઓસમાણ ખફી નામના વ્યક્તિ પર ગત રાત્રે સાત અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકા જેવા હથિયારો વડે તાબડતોબ હુમલો કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

એક યુવાન ઉપર સાત લોકોએ હુમલો કર્યો!

હુમલા દરમિયાન ઓસમાણને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ માટે દોડધામ કરી અને ઇજાગ્રસ્તને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તબીબોએ તેમની તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

7 આરોપીઓને પોલીસે અટકાયત કરી

આ બનાવ અંગે માહિતી મળતાં જ સિટી-એ ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને કારણે હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપી તપાસના પગલે હુમલામાં સંડોવાયેલા તમામ સાત આરોપીઓને પોલીસે અટકાયત કરી લીધી છે. પોલીસ દ્વારા આરોપીઓની પુછપરછ ચાલી રહી છે અને બનાવ પાછળના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now