Home Gujarat Action Taken Against Unauthorized Sale Of Cough Syrup In Bhavnagar

ભાવનગરમાં બિનઅધિકૃત રીતે કફ સિરપના વેચાણ મામલે કાર્યવાહી : 30 નંગ કફ સિરપ જપ્ત, યસ ડાભીની કરી ધરપકડ

ભાવનગરમાં બિનઅધિકૃત રીતે કફ સિરપના વેચાણ મામલે કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 13, 2025, 10:16 AM IST

Bhavnagar Cough Syrup: ભાવનગર શહેર અને જિલ્લામાં બિનઅધિકૃત કફ સિરપના વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે બુધેલ મામસા પાસે આવેલી ટ્વિંકલ ફાર્મસીના માલિક યસ ડાભીની ધરપકડ કરી છે. પોલીસની આ કાર્યવાહીથી બિનકાયદેસર દવાઓના વેપાર સામે મહત્વની સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

30 નંગ બિનઅધિકૃત કફ સિરપની બોટલો મળી

મળતી માહિતી મુજબ, ત્રણ દિવસ પહેલા એસઓજી પોલીસે કાર્યવાહી કરી હતી, જેમાં 30 નંગ બિનઅધિકૃત કફ સીરપની બોટલો ઝડપી લેવામાં આવી હતી. આ રેડ દરમિયાન પોલીસે હર્ષ ચૌહાણ અને તુષાર દિહોરાની પણ ધરપકડ કરી હતી. આ કેસની વધુ તપાસ કરતા પોલીસને બિનઅધિકૃત કફ સીરપના વેચાણના નેટવર્ક અંગે મહત્વની વિગતો મળી હતી.

યસ ડાભીની ધરપકડ

આ તપાસના ભાગરૂપે પોલીસે આગળ વધીને ટ્વિંકલ ફાર્મસીના માલિક યસ ડાભીની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે બિનઅધિકૃત રીતે કફ સીરપ વેચાણ કરનારાઓ સામે કાયદેસર કડક પગલાં લેવામાં આવશે અને તપાસ દરમિયાન જો અન્ય સંડોવાયેલા લોકો સામે આવે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now