Home International Accident Involving Bus In Southern Mexico Killed 41 Authorities Say

મોતની ચિચિયારીઓથી 41 જિંદગીઓ થઈ ગઈ સ્વાહા! : મેક્સિકોમાં ભયાનક રોડ અકસ્માત; હાઇવે પર ટ્રેલર સાથે ધડાકાભેર અથડાઈ બસ, 41 લોકો જીવતા ભૂંજાયા

મોતની ચિચિયારીઓથી 41 જિંદગીઓ થઈ ગઈ સ્વાહા!
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 04:41 AM IST

Southern Mexico Bus Accident: મેક્સિકોમાં એક ભયાનક રોડ અકસ્માત થયો છે, જેમાં લગભગ 41 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે 47 મુસાફરોને લઈ જતી બસ હાઇવે પર ટ્રેલર સાથે અથડાઈ હતી. ટક્કર બાદ બસમાં આગ લાગી ગઈ, જેમાં 41 લોકોનાં મોત થયાં છે. બસ બળીને રાખ થઈ ગઈ છે. બીબીસીના અહેવાલ મુજબ બસ કાન્કુનથી ટાબાસ્કો જઈ રહી હતી. અકસ્માત કેવી રીતે થયો તેની માહિતી હજુ સુધી ઉપલબ્ધ નથી, પરંતુ કોમાલ્કોના મેયર ઓવિડિયો પેરાલ્ટાએ અકસ્માતની પુષ્ટિ કરી છે અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

ટાબાસ્કો રાજ્યની સરકારે આ ગમખ્વાર અકસ્માતની માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. ટ્રેલર સાથે અથડાયા બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માત શનિવારે સવારે એસ્કાર્સેગા શહેર નજીક થયો હતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. હાલ જાણવા મળી રહ્યું છે કે ઘાયલ મુસાફરોનો જીવ ખતરામાંથી બહાર છે.

કંપનીએ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું
રિપોર્ટ અનુસાર, બસ ઓપરેટર ટૂર એકોસ્ટાની બસ પ્રવાસીઓને લઈને પ્રવાસ પર ગઈ હતી. સંચાલક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર બસમાં લગભગ 48 લોકો હતા, જે અકસ્માતનો ભોગ બન્યા હતા. અમે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. કંપની દ્વારા અકસ્માતની તપાસ કરવામાં આવી રહી છે. અકસ્માત કેવી રીતે થયો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અકસ્માત થયો ત્યારે બસની ગતિ કેટલી હતી? અકસ્માત માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

અકસ્માતમાં ભોગ બનેલા લોકોને વળતર આપવામાં આવશે. અમે માર્યા ગયેલા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. કંપની શોકગ્રસ્ત પરિવારોની સાથે ઉભી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. રિપોર્ટ અનુસાર ઘાયલોએ જણાવ્યું છે કે થોડી જ ક્ષણોમાં આગ આખી બસને લપેટમાં લઈ લીધી હતી. બસમાં આગ લાગી ત્યારબાદ પીગળવા લાગી હતી અને લોકોની ચીસો એક પછી એક ઓછી થવા લાગી. આ અકસ્માત બન્યા બાદ કોઈમાં તેને બચાવવાની હિંમત નહોતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક