Home Gujarat Acb Action In Surendranagar Land Scam Case

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ મામલે ACB ની કાર્યવાહી : કલેક્ટર સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો, ઝડપી તપાસ માટે SIT રચના કરાઈ

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ કેસ મામલે ACB ની કાર્યવાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 07:28 PM IST

Surendranagar land scam case : સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સહિતના આરોપીઓ પર કાર્યવાહીનો સંકજો વધુ કસાયો છે. આ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ ACBએ ગુનો નોંધી તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. સુરેન્દ્રનગર એ.સી.બી.પો.સ્ટે. ગુ.ર.નં.07/2025, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-1988(સુધારો-2018)ની કલમ- 12, 13(1)(બી) તથા 13(2), 7 મુજબના આરોપીઓ (1) ચંદ્રસિંહ મોરી, નાયબ મામલતદાર સુરેન્દ્રનગર, વર્ગ-3 (2) રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેકટર, સુરેન્દ્રનગર વર્ગ-1 (3) મયુર ગોહીલ, કલાર્ક જિલ્લા કચેરી સુરેન્દ્રનગર, વર્ગ-3 (4) જયરાજસિંહ ઝાલા, પી.એ. ટુ કલેકટર સુરેન્દ્રનગર, વર્ગ-3 નાઓ વિરૂધ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

6 અધિકારીઓની તપાસ ટીમ રચવામાં આવી

લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોના નિયામક પીયૂષ પટેલ નાઓએ આ ગુના તેમજ આરોપીઓની અપ્રમાણસર મિલકત વસાવ્યા સબંધે તટસ્થ, નિષ્પક્ષ અને ઝડપી તપાસ સારૂ અધિક નિયામક બિપિન અહિરેના વડપણ હેઠળ જુદા-જુદા અધિકારીઓને સાથે રાખીને એક S.I.T. ની રચના કરી છે. જેમાં 6 અધિકારીઓની તપાસ ટીમ રચવામાં આવી છે.

SIT માં કોનું કોનું સમાવેશ કરવામાં આવ્યું?

  • બી.જે.પંડ્યા - નાયબ નિયામક,વહીવટ એ.સી.બી. અમદાવાદ

  • કે.એચ.ગોહિલ - ઇ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ એ.સી.બી. એકમ, રાજકોટ

  • આર.બી.દેસાઇ - મદદનીશ નિયામક, એ.સી.બી. મુખ્ય મથક,અમદાવાદ

  • ડી.એન.પટેલ - પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે

  • એમ.ડી.પટેલ - પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર એ.સી.બી. પો.સ્ટે

  • પી.એ.દેકાવાડીયા - પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી એ.સી.બી. પો.સ્ટે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now