Home Sports Abhishek Sharma Created Two Records At Once In The Third T20i Of Ind Vs Sa

IND vs SA ની ત્રીજી T20I માં Abhishek Sharma એ રચ્યો ઇતિહાસ! : એક જ ઇનિંગમાં બે શાનદાર રેકોર્ડ્સ બનાવ્યા!

IND vs SA ની ત્રીજી T20I માં Abhishek Sharma એ રચ્યો ઇતિહાસ!
Published by: OBS Bureau
Last Updated: Dec 15, 2025, 12:57 PM IST

Abhishek Sharma record: ભારતે ત્રીજી T20I 7 વિકેટથી જીતી. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરી, માત્ર 18 બોલમાં 35 રન બનાવીને ભારતને 7 વિકેટથી વિજય અપાવ્યો. તેને પોતાની ઇનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારીને એક નવો રેકોર્ડ બનાવ્યો. અભિષેક શર્મા T20I માં ઇનિંગના પહેલા બોલ પર ત્રણ વખત સિક્સર મારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન બન્યો. આ સિદ્ધિ મેળવીને, તેને ચોક્કસપણે વર્લ્ડ ક્રિકેટને સ્તબ્ધ કરી દીધું છે.

T20I મેચના પહેલા બોલ પર છગ્ગો ફટકારનાર ભારતીય બેટ્સમેન (0.1 ઇનિંગ્સ)

  1. આદિલ રશીદના પહેલા બોલ પર રોહિત શર્મા (2021)

  2. સિકંદર રઝાના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલ (2024)

  3. જોફ્રા આર્ચર ના પહેલા બોલ પર સંજુ સેમસન (2025)

  4. હૈદર અલીના પહેલા બોલ પર અભિષેક શર્મા (2025)

  5. શાહીન આફ્રિદીના પહેલા બોલ પર અભિષેક શર્મા (2025)

  6. લુંગી ન્ગીડીના પહેલા બોલ પર અભિષેક શર્મા (2025)

અભિષેક શર્મા 300 છગ્ગા ફટકારનાર સૌથી ઝડપી ભારતીય બન્યો

આ ઉપરાંત, વિશ્વના નંબર 1 T20I બેટ્સમેન અભિષેક શર્માએ રવિવારે (14 ડિસેમ્બર) T20I માં 300 છગ્ગા ફટકારવાની સૌથી ઓછી ઇનિંગ્સ સાથે ભારતીય બેટ્સમેન બનીને ઇતિહાસ રચ્યો. ત્રીજી ભારત-સાઉથ આફ્રિકા T20I માં 300 છગ્ગા ફટકારવા માટે 3 છગ્ગાની જરૂર હતી, તેને પાંચમી ઓવરના પહેલા બોલે ઓટનિલ બાર્ટમેનને છગ્ગા ફટકારીને 20 ઓવરના ફોર્મેટમાં પોતાનો આંકડો 300 છગ્ગા સુધી પહોંચાડ્યો. T20 માં છગ્ગા ફટકારવાની તેની ત્રેવડી સેંચુરી સુધી પહોંચવા માટે અભિષેકને ફક્ત 163 ઇનિંગ્સની જરૂર પડી.

અભિષેક શર્મા પહેલા આ રેકોર્ડ ક્યાં દિગ્ગજના નામે હતો?

તેના પહેલા, કે. એલ રાહુલે T20 મેચમાં સૌથી ઝડપી 300 છગ્ગા ફટકારનાર ભારતીયનો રેકોર્ડ બનાવ્યો હતો. રાહુલે તેની 205 મી T20 ઇનિંગ્સમાં તેનો 300 મો છગ્ગો ફટકાર્યો હતો. સૂર્યકુમાર યાદવ આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે, જેને તેની 251 મી T20 મેચમાં તેનો 300 મો છગ્ગો ફટકાર્યો હતો.

300 માંથી 107 સિક્સર માત્ર એક વર્ષમાં

અભિષેકે રન ચેઝના પહેલા જ બોલ પર લુંગી ન્ગીડીને સિક્સર ફટકારીને પોતાનું અને ભારતનું ખાતું ખોલાવ્યું, અને મેચનો તેનો બીજો સિક્સર માર્કો જેન્સનના બીજા ઓવરના છેલ્લા બોલ પર આવ્યો. T20 ક્રિકેટમાં તેના 300 સિક્સરમાંથી, અભિષેકે 2025 માં 107 સિક્સર ફટકારી છે.

શું અભિષેક શર્મા વિરાટ કોહલીનો આ રેકોર્ડ તોડી શક્શે?

અભિષેકે 2025 માં અત્યાર સુધીમાં 40 T20 મેચોમાં કુલ 1568 રન બનાવ્યા છે. જો તે સાઉથ આફ્રિકા સામે બાકીની બે T20 મેચોમાં ઓછામાં ઓછા 47 રન બનાવે છે, તો તે એક કેલેન્ડર વર્ષમાં ભારતીય ક્રિકેટર દ્વારા સૌથી વધુ T20 રન બનાવવાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now