Home Sports Ab De Villiers Picks This Player As Indias Game Changer For T20 World Cup 2026

T20 વર્લ્ડ કપ 2026 પહેલા સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનું નિવેદન : AB de Villiersએ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતના 'ગેમ ચેન્જર' તરીકે આ ખેલાડીની પસંદગી કરી

T20 વર્લ્ડ કપ 2026 પહેલા સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીનું નિવેદન
Published by: OBS Bureau
Last Updated: Jan 05, 2026, 07:14 AM IST

AB de Villiers Statement On Hardik Pandya: દક્ષિણ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સે આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને ભારતીય ટીમની સંભાવનાઓ પર પોતાના મતની વ્યક્ત કરી છે. પોતાની યુટ્યુબ ચેનલ પર ભારતીય ટીમના સંભવિત કોમ્બિનેશનનું વિશ્લેષણ કરતાં તેમણે ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ભારત માટે સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક ખેલાડી ગણાવ્યો છે. ડી વિલિયર્સના મતે, વર્તમાન ભારતીય ટીમમાં અનેક એવા ખેલાડીઓ છે જે બેટ તેમજ બોલ બંનેથી યોગદાન આપી શકે છે, જેના કારણે ટીમ મેનેજમેન્ટને બેલેન્સ સાથે પ્રયોગ કરવાની સ્વતંત્રતા મળે છે.

હાર્દિક પંડયા ઓલરાઉંડર પર્ફોર્મર

તેમણે કહ્યું કે, "ઘણા ખેલાડીઓ છે જે બેટ અને બોલ બંનેથી કૌશલ્ય દાખવે છે, તેથી તમે ટીમના બેલેન્સ સાથે ખરેખર પ્રયોગ કરી શકો છો." ઓલરાઉન્ડર્સની હાજરી ટીમને વિવિધ પરિસ્થિતિઓમાં અનુકૂળ થવાની આઝાદી આપે છે. ડી વિલિયર્સે ઉલ્લેખ કર્યો કે સંભવિત ટીમ કોમ્બિનેશનમાં કેટલાક મોટા નામોને સ્થાન નહીં મળે. તેમના મતે અભિષેક શર્મા ઓપનિંગમાં અને સંજુ સેમસન વિકેટકીપરની ભૂમિકામાં જોવા મળી શકે છે, જ્યારે ઋષભ પંત, શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓ આ વખતે સ્થાન નહીં બનાવી શકે તેવા 'અનલકી' ખેલાડીઓ ગણી શકાય.

હાર્દિક પંડ્યા ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે

એબી ડી વિલિયર્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડિયા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. તેમના મતે હાર્દિક કોઈપણ ક્રમે બેટિંગ કરી શકે છે. મેચના કોઈપણ તબક્કે બોલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે અને એકલા હાથે મેચનું પારું બદલી શકે છે. ડી વિલિયર્સ માને છે કે જ્યારે હાર્દિક બેટિંગ કરવા આવે છે ત્યારે વિરોધી ટીમ પર તરત જ દબાણ બને છે. જો તે કેટલાક ઓવર ટકી જાય તો મેચ હાથમાંથી નીકળી જઈ શકે છે.

ગોલ્ડ આર્મ બોય હાર્દિક પંડયા

ડી વિલિયર્સે આગળ કહ્યું કે બોલ હાથમાં હોય ત્યારે હાર્દિકની હાજરી વિરોધી બેટ્સમેનો માટે ખતરાની ઘંટડી સમાન છે. તેને એવા બોલર તરીકે જોવામાં આવે છે જે પાર્ટનરશિપ તોડી શકે છે. આ જ કારણ છે કે કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે હાર્દિક મોટી તાકાત સાબિત થઈ શકે છે. તાજેતરમાં હાર્દિકનું ફોર્મ પણ શાનદાર રહ્યું છે. વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે વિદર્ભ સામે 92 બોલમાં 133 રનની ઇનિંગ રમી હતી, જેમાં 11 સિક્સર અને 8 ફોર હતા. દક્ષિણ આફ્રિકા સામેની T20 સિરીઝમાં પણ તેણે ત્રણ ઇનિંગમાં 142 રન બનાવ્યા હતા, જેમાં સ્ટ્રાઇક રેટ 186નો રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાશે, જે ફેબ્રુઆરીમાં શરૂ થશે. ડી વિલિયર્સના આ વિશ્લેષણથી સ્પષ્ટ છે કે હાર્દિક પંડ્યા ભારતની ટાઇટલ જીતવાની દાવેદારીમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now