નર્મદાના ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાનો છેલ્લા ઘણા સમયથી પોલીસયોગ ચાલી રહ્યો છે. આ પોલીસ યોગ હાલ કોઇ પૂરો થવાનો હોય તેવી શક્યતા ઓછી છે. વાત એમ છેકે અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઇ રહેલા ધારાસભ્ય ચૈતર વસાવા હજી પોલીસ સ્ટેશન પહોંતે તે પહેલા નર્મદા પોલીસે તેમની અટકાયત કરી. અંકલેશ્વર પોલીસ સ્ટેશન જવા પહેલા જ નર્મદા પોલીસે તેમની અટકાયત કરતાં દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઇ છે.
MLA ચૈતર વસાવાની કેમ થઇ અટકાયત?
AAPના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ભરૂચ જિલ્લાના રાજપારડી ગામ અને અંકલેશ્વર ગામમાં ફરિયાદ નોંધાઇ છે. જેને પગલે તેઓ તેમના ગામથી રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા. આ દરમિયાન પોલીસે ડેડિયાપાડા તાલુકાના નવાગામ ગામેથી ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરી. એક પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જાય તે પહેલા પોલીસ સ્ટેશનની પોલીસે ધારાસભ્યની અટકાયત કરતાં ચૈતર વસાવાના સમર્થકોએ વિરોધ કર્યો છે.
પોલીસનો કાફલો ખડકાયો:
અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદને પગલે હાજરી આપવા જઈ રહેલા ચૈતર વસાવાના કાફલાને પોલીસે નવાગામ (દેડી) પાસે અટકાવી દીધો હતો. પોલીસે ધારાસભ્યને સાથે આવવા કહેતાં સમર્થકો અને પોલીસ વચ્ચે થોડો સમય બોલાચાલી થઇ હતી. જો કે પોલીસે સમર્થકો વચ્ચેથી ધારાસભ્યની અટકાયત કરી. સમગ્ર ઘટનાને લઇ ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યુ હતુ કે, પીડિતોને ન્યાય અપાવવો ગુનો હોય તેવું સરકાર વલણ અપનાવી રહી છે.
અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપ ના નેતાઓ ના ઇશારે રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે અધિકારીઓ જાતે અરજદાર બની 2 ખોટી FIR કરેલ છે.જે FIR ને લઈ પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકી અટકાયત કરવામાં આવી.
અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપ ના નેતાઓ ના ઇશારે રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતે અધિકારીઓ જાતે અરજદાર બની 2 ખોટી FIR કરેલ છે.જે FIR ને લઈ પોલીસ સ્ટેશન ખાતે હાજર થવા જતા નર્મદા પોલીસ દ્વારા રસ્તામાં જ રોકી અટકાયત કરવામાં આવી. pic.twitter.com/qwQLCKXEsb
— Chaitar Vasava AAP (@Chaitar_Vasava) December 17, 2024





