Home International Aap Leader Shot Punjab Referred To Chandigarh Pgi Critical Condition

પંજાબમાં AAP નેતાને માથા પર ગોળી મારી : સમરોહમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે થયો હુમલો, ગંભીર સ્થિતિમાં ચંદીગઢ પીજીઆઈ રિફર કરાયા

પંજાબમાં AAP નેતાને માથા પર ગોળી મારી
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 12:14 PM IST

આમ આદમી પાર્ટીના નેતા નીતન નંદા પર હુમલો થયો હતો. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ચંદીગઢ પીજીઆઈ રિફર કરવામાં આવ્યા છે. અહેવાલ છે કે આપ નેતા એક લગ્નમાં હાજરી આપી રહ્યા હતા જ્યાં તેમના પર હુમલો થયો હતો.

મળતી માહિતી અનુસાર, આનંદપુર સાહિબ વિધાનસભા મતવિસ્તારના આમ આદમી પાર્ટીના નેતા નીતન નંદાને એક સમારોહ દરમિયાન ગોળી મારી દેવામાં આવી હતી, જેમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. નંદા સમરોહમાં હાજરી આપવા પહોંચ્યા ત્યારે આ ઘટના બની હતી. ગોળીબારથી ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો અને હાજર લોકોમાં ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.

ઘાયલ નીતન નંદાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ આનંદપુર સાહિબ લઈ જવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરોએ તેમને ચંદીગઢ પીજીઆઈ રિફર કર્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ગોળી તેમના શરીરમાં ઘૂસી ગઈ હતી અને તેમના માથાના પાછળના ભાગમાં વાગી હતી.

ઘટનાની માહિતી મળતાં આનંદપુર સાહિબ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હુમલાખોરોની ઓળખ માટે ઘટનાસ્થળેથી પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની