Home Entertainment Aamir Khan Third Wife Gauri Spratt Ex Husband Kunal Spratt Family Details

એક પુત્રની માતા, છૂટાછેડા અને હવે આમિર ખાન સાથે લગ્ન : ગૌરી સ્પ્રેટના Ex હસબન્ડથી લઈને પુત્ર સુધી, આમિર ખાનની નવી પત્ની વિશે જાણો સંપૂર્ણ વિગત

Gauri Spratt Ex Husband
Image Credit: twitter
Published by: Nirali Gohil
Last Updated: Jul 06, 2026, 11:50 AM IST

Gauri Spratt Ex Husband: બોલિવૂડ અભિનેતા આમિર ખાનનું વ્યક્તિગત જીવન હંમેશા ચર્ચાનો વિષય રહ્યું છે. હવે તેમની ત્રીજી પત્ની તરીકે ચર્ચામાં આવેલી ગૌરી સ્પ્રેટને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ગૌરીના અગાઉના લગ્ન, તેમના પૂર્વ પતિ કોણ છે, તેઓ શું કરે છે અને તેમના પરિવાર વિશે લોકો વધુ જાણવાની ઉત્સુકતા દર્શાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ગૌરી સ્પ્રેટ અગાઉ લગ્નિત રહી ચૂક્યાં છે અને તેઓ એક પુત્રની માતા પણ છે. જોકે, ગૌરીએ હંમેશા પોતાની અંગત જિંદગીને જાહેર જીવનથી દૂર રાખી છે, જેના કારણે તેમના પરિવાર વિશે મર્યાદિત માહિતી જ ઉપલબ્ધ છે. આમિર ખાન સાથેના સંબંધો જાહેર થયા બાદ હવે તેમના જીવનના અનેક પાસાઓ ફરી ચર્ચામાં આવ્યા છે.

કોણ છે ગૌરી સ્પ્રેટના પૂર્વ પતિ?

માહિતી મુજબ ગૌરી સ્પ્રેટના પૂર્વ પતિનું નામ કુણાલ સ્પ્રેટ હોવાનું કહેવાય છે. અહેવાલો અનુસાર તેઓ મોડેલિંગ અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા રહ્યા છે. વર્ષ 2010માં બંનેએ લગ્ન કર્યા હતા અને એક દાયકાથી વધુ સમય સુધી સાથે રહ્યા હતા. વર્ષ 2019માં ગૌરીએ પુત્રને જન્મ આપ્યો હતો, જેનું નામ ક્વિન હોવાનું જણાવવામાં આવે છે. બાદમાં વર્ષ 2023માં ગૌરી અને કુણાલે પરસ્પર સહમતીથી છૂટાછેડા લીધા હોવાનું જાણવા મળે છે. છૂટાછેડા બાદ તેમનો પુત્ર ગૌરી સાથે રહે છે.

ગૌરી સ્પ્રેટનો પરિવાર અને શિક્ષણ

ગૌરી સ્પ્રેટ એંગ્લો-ઈન્ડિયન પરિવારમાંથી આવે છે અને તેમનું વતન બેંગલુરુ હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ તેમના પિતા તમિલ-બ્રિટિશ મૂળના હતા જ્યારે તેમની માતા પંજાબી-આઈરિશ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમના દાદા બ્રિટિશ મૂળના હોવા છતાં ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા હતા તેવી પણ માહિતી સામે આવી છે. ગૌરી ખ્રિસ્તી ધર્મનું પાલન કરે છે. શૈક્ષણિક અભ્યાસની વાત કરીએ તો તેમણે પ્રાથમિક શિક્ષણ બ્લૂ માઉન્ટેન સ્કૂલમાંથી મેળવ્યું હતું. ત્યારબાદ તેમણે લંડનની યુનિવર્સિટી ઓફ આર્ટ્સમાંથી ફેશન, સ્ટાઇલિંગ અને ફોટોગ્રાફી વિષયમાં અભ્યાસ પૂર્ણ કર્યો હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો: 9 વર્ષ પહેલાંની આ ફિલ્મે સલમાનને બનાવ્યો પાક બોક્સ ઓફિસનો ‘સુલ્તાન’ : માત્ર 90 કરોડના બજેટમાં બની અને કમાયા 623 કરોડ

બિઝનેસથી ફિલ્મી દુનિયા સુધીનો સફર

ગૌરી સ્પ્રેટ હાલમાં હેર ડ્રેસિંગ અને બ્યુટી ક્ષેત્ર સાથે જોડાયેલો વ્યવસાય સંચાલિત કરે છે. આ ઉપરાંત તેઓ આમિર ખાનના પ્રોડક્શન હાઉસ સાથે પણ કામ કરી રહ્યા હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ફેશન અને સર્જનાત્મક ક્ષેત્રમાં રસ ધરાવતી ગૌરી લાંબા સમયથી પોતાના વ્યવસાયમાં સક્રિય છે અને મીડિયાથી દૂર રહીને કામ કરવાનું પસંદ કરે છે.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટના લગ્ન ચર્ચામાં

અહેવાલો મુજબ આમિર ખાન અને ગૌરી સ્પ્રેટે 5 જુલાઈએ નોંધણી આધારિત લગ્ન કર્યા હોવાનું કહેવામાં આવે છે. આ પ્રસંગે પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા પર સામે આવેલી માહિતી અનુસાર લગ્ન સમારોહમાં આમિર ખાનના ત્રણેય સંતાનો તેમજ ગૌરીનો પુત્ર પણ હાજર રહ્યો હતો. સાથે જ ફિલ્મ ઉદ્યોગ અને ઉદ્યોગજગત સાથે જોડાયેલી કેટલીક જાણીતી હસ્તીઓ પણ કાર્યક્રમમાં હાજર રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ખાનગી જીવનને લઈને વધતી ઉત્સુકતા

આમિર ખાનના જીવનમાં આવેલા આ નવા અધ્યાયને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગૌરી સ્પ્રેટ લાંબા સમય સુધી જાહેર જીવનથી દૂર રહી હોવાના કારણે તેમના પરિવાર, કારકિર્દી અને અંગત જીવન વિશે લોકો વધુ જાણવા ઈચ્છી રહ્યા છે. જોકે, તેમના અંગત જીવન સાથે જોડાયેલી કેટલીક વિગતો અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી, તેથી અનેક માહિતી અહેવાલો અને જાહેર ચર્ચાઓના આધારે સામે આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now