Home Utilities Aadhaar Update Free Before 14 June 2026

10 વર્ષ જૂનું આધાર છે? : 14 જૂન સુધી ફ્રી અપડેટ કરવાની છેલ્લી તક, જાણો સંપૂર્ણ ઓનલાઈન પ્રોસેસ

Aadhaar Card
Published by: Aryan Shah
Last Updated: Apr 16, 2026, 10:02 AM IST

Aadhaar Update : આજના સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે ઓળખ અને સરનામાનો સૌથી મહત્વનો પુરાવો છે. બેંકિંગથી લઈને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે આધાર અનિવાર્ય છે. જોકે, ઘણા લોકોના આધાર કાર્ડ વર્ષો જૂના થઈ ગયા હોય છે, જેના કારણે બાયોમેટ્રિક અથવા ડેમોગ્રાફિક વિગતોમાં ફેરફારની જરૂર પડે છે. જો તમારું આધાર પણ 10 વર્ષ પહેલા બનેલું છે, તો UIDAI તમારા માટે એક રાહતના સમાચાર લઈને આવ્યું છે.

ફ્રી અપડેટની સુવિધા

UIDAI (યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) એ જાહેરાત કરી છે કે, જે નાગરિકોના આધાર કાર્ડ 10 વર્ષ કરતાં વધુ જૂના છે, તેઓ 14 જૂન 2026 સુધી પોતાની વિગતો બિલકુલ ફ્રીમાં અપડેટ કરાવી શકશે. આ સુવિધા માત્ર ઓનલાઇન પોર્ટલ પર જ ઉપલબ્ધ છે. જો તમે આ સમયગાળા પછી અપડેટ કરાવશો, તો તમારે નિયત ચાર્જ ચૂકવવો પડી શકે છે.

ઓનલાઇન પ્રોસેસની રીત

  1. તમારા જૂના આધારને અપડેટ કરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવા પડશે:

  2. સૌ પ્રથમ myAadhaar ના ઓફિશિયલ પોર્ટલ પર જાઓ.

  3. તમારા આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ પર મળેલા OTP દ્વારા લોગ-ઈન કરો.

  4. ડેશબોર્ડ પરથી 'Document Update' ઓપ્શન પસંદ કરો.

  5. તમારી વર્તમાન વિગતો (નામ, જન્મ તારીખ, સરનામું) ચેક કરો અને કન્ફર્મ કરો.

  6. ઓળખના પુરાવા (POI) અને સરનામાના પુરાવા (POA) માટેના દસ્તાવેજો અપલોડ કરો.

  7. સબમિટ બટન પર ક્લિક કરો અને ભવિષ્ય માટે SRN નંબર સાચવી રાખો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

અપડેટ કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે, તમે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ રીતે વંચાય તેવા હોવા જોઈએ. દસ્તાવેજમાં તમારું નામ અને આધારમાં આપેલું નામ એકસમાન હોવું જોઈએ. જો સ્પેલિંગમાં ભૂલ હશે તો રિક્વેસ્ટ રિજેક્ટ થઈ શકે છે. ફાઈલ ફોર્મેટ તરીકે JPEG, PNG અથવા PDF નો જ ઉપયોગ કરવો. અપલોડ કરેલ ડોક્યુમેન્ટ્સ નિર્ધારિત લિમિટની અંદર હોવા જરૂરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now