ઘણા લોકો માટે Aadhaar કાર્ડમાં સરનામું અપડેટ કરવું મુશ્કેલ બની જાય છે, ખાસ કરીને જ્યારે એડ્રેસ પ્રૂફ તરીકે કોઈ ડોક્યુમેન્ટ ઉપલબ્ધ ન હોય. પરંતુ હવે એક એવી સરળ રીત ઉપલબ્ધ છે, જેના દ્વારા તમે કોઈપણ એડ્રેસ પ્રૂફ વગર પણ તમારું સરનામું બદલી શકો છો અને તે પણ ઘરે બેઠા.
Aadhaar Address Update માટે નવી સરળ રીત
UIDAI દ્વારા Aadhaar કાર્ડમાં એડ્રેસ અપડેટ કરવા માટે નવી સુવિધા આપવામાં આવી છે, જેને Head of Family (HOF) Based Address Update કહેવામાં આવે છે. આ પદ્ધતિ હેઠળ તમે તમારા પરિવારના સભ્યના Aadhaarના આધારે તમારું સરનામું અપડેટ કરી શકો છો. આ રીતનો સૌથી મોટો ફાયદો એ છે કે તમને અલગથી કોઈ એડ્રેસ પ્રૂફ જેમ કે વીજળી બિલ, રેન્ટ એગ્રીમેન્ટ કે બેંક સ્ટેટમેન્ટની જરૂર નથી પડતી.
કેવી રીતે કામ કરે છે HOF પદ્ધતિ?
આ પદ્ધતિમાં તમે તમારા પરિવારના કોઈ સભ્ય (જેમ કે પિતા, માતા, પતિ અથવા પત્ની)ના Aadhaar નંબરનો ઉપયોગ કરીને તમારું સરનામું અપડેટ કરી શકો છો.
પરંતુ ધ્યાન રાખવું જરૂરી છે કે:
તમારે તે વ્યક્તિ સાથેનો સંબંધ સાબિત કરવો પડશે
આ માટે મેરેજ સર્ટિફિકેટ, રેશન કાર્ડ જેવા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા પડે
જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો UIDAIનો Self-Declaration Form પણ ઉપયોગ કરી શકાય
સ્ટેપ-બાય-સ્ટેપ: કેવી રીતે કરો Aadhaar Address Update?
1. Aadhaar App ડાઉનલોડ કરો
સૌપ્રથમ નવી Aadhaar એપ તમારા મોબાઇલમાં ડાઉનલોડ કરો.
2. લોગિન કરો
તમારા Aadhaar નંબરથી એપમાં લોગિન કરો.
3. Services વિભાગમાં જાઓ
હોમ સ્ક્રીન પર “Services” ઓપ્શન પર ક્લિક કરો.
4. Address Update પસંદ કરો
હવે “Address Update” બટન પર ક્લિક કરો.
5. HOF વિકલ્પ પસંદ કરો
“Head of Family (HOF) Based Address Update” ઓપ્શન પસંદ કરો.
6. પરિવારના સભ્યનો Aadhaar નંબર દાખલ કરો
જેના આધાર પર તમે સરનામું બદલવા માંગો છો તેનો Aadhaar નંબર દાખલ કરો.
7. સંબંધ પસંદ કરો
ડ્રોપડાઉન મેનૂમાંથી તમારા સંબંધની પસંદગી કરો.
8. પ્રૂફ અપલોડ કરો
સંબંધ સાબિત કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ અથવા Self-Declaration Form અપલોડ કરો.
9. ફી ભરો
ફી પેમેન્ટ કર્યા પછી તમને SRN (Service Request Number) મળશે તે નોંધાવી લો.
પરિવારના સભ્યનું મંજૂરી જરૂરી
આ પ્રક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ છે Approval.
જે વ્યક્તિના Aadhaarનો ઉપયોગ કર્યો છે તેને
myAadhaar પોર્ટલમાં લોગિન કરવું પડશે
“My Head of Family Requests” વિભાગમાં જઈને રિક્વેસ્ટ Accept કરવી પડશે
એકવાર મંજૂરી મળી જાય પછી થોડા દિવસોમાં તમારું સરનામું અપડેટ થઈ જશે.
ધ્યાનમાં રાખવાની મહત્વપૂર્ણ બાબતો
પરિવારના સભ્યને 30 દિવસની અંદર રિક્વેસ્ટ મંજૂર કરવી ફરજિયાત છે
મંજૂરી ન મળે તો રિક્વેસ્ટ આપોઆપ રદ્દ થઈ જશે
રિક્વેસ્ટ રિજેક્ટ થાય તો ફી પરત મળતી નથી
સ્ટેટસ ચેક કરીને તમે નવું Aadhaar ડાઉનલોડ કરી શકો છો





