Home Gujarat A Young Man Drowned In A River In Virpara Mahisagar

મહીસાગરના વીરપરામાં નદીમાં યુવાન ડૂબ્યો : ત્રણ દિવસથી શોધખોળ, સર્ચ ઓપરેશન યથાવત

મહીસાગરના વીરપરામાં નદીમાં યુવાન ડૂબ્યો
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 05:27 AM IST

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વીરપરાના મુવાડા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક યુવાન ડૂબી જવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ નદીમાં ડૂબેલો યુવાનનો નામ સુમન છે, જે મૂળ બિહાર રાજ્યનો રહેવાસી છે અને છેલ્લા કેટલાક સમયથી અહીં રહીને માછીમારીનો વ્યવસાય કરતો હતો. ઘટના સમયે સુમન મહીસાગર નદીમાં માછીમારી કરી રહ્યો હતો, તે દરમિયાન અચાનક તે નદીના ઊંડા પાણીમાં ફસાઈ ગયો હોવાનું અનુમાન છે અને પાણીમાં ડૂબી ગયો હતો.

મહીસાગર નદીમાં એક યુવાન ડૂબ્યો

યુવાન ડૂબ્યાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. જાણ મળતા લુણાવાડા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને નદીમાં યુવાનની શોધખોળ શરૂ કરી હતી. સાથે સાથે પોલીસ વિભાગ તેમજ મામલતદાર સહિતની વહીવટી ટીમ પણ સર્ચ ઓપરેશનમાં જોડાઈ હતી. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે શોધખોળમાં મુશ્કેલીઓ આવી રહી છે.

પરિવારજનો ચિંતા

ઘટનાને આજે ત્રીજો દિવસ થયો હોવા છતાં હજુ સુધી યુવાન સુમનનો કોઈ પત્તો લાગ્યો નથી, જેના કારણે તેના પરિવારજનો તેમજ સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ફાયર વિભાગ, પોલીસ અને વહીવટી ટીમ દ્વારા નદીમાં સર્ચ ઓપરેશન યથાવત રાખવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા યુવાનને શોધવા માટે તમામ શક્ય પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને દુઃખ અને શોકમાં મુકી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now