Home Gujarat A Woman Publicly Presented Herself To Mla Bachu Khabar What Did She Say

"તું તારા વોટની મેથી મત માર, મેં સરપંચને સુચના આપી છે" : MLA બચુ ખાબડને મહિલાએ જાહેરમાં કરી રજૂઆત, શું કહ્યું?

"તું તારા વોટની મેથી મત માર, મેં સરપંચને સુચના આપી છે"
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2026, 11:07 AM IST

MLA Bachu Khabad Video : ગામમાં કુવા ન બનવાના મુદ્દે એક મહિલાએ સ્થાનિક ધારાસભ્ય બચુ ખાબડ સમક્ષ ઉગ્ર રજૂઆત કરતા સમગ્ર ઘટનાએ ચર્ચાનું સ્વરૂપ ધારણ કર્યું છે. મહિલાનો આક્ષેપ છે કે ગામના સરપંચે કુવો બનાવી આપવાના બહાને તેમની પાસેથી પૈસા લીધા હતા, છતાં આજદિન સુધી કુવાનો કોઈ કામ કરવામાં આવ્યું નથી, જેના કારણે તેઓ ન્યાય માટે ભટકી રહ્યા છે.

'સાહેબ, કુવા માટે સરપંચ સાહેબને પૈસા આપ્યા...'

પ્રાપ્ત વિગતો મુજબ મહિલાએ કુવા માટે પૈસા ચૂકવ્યા હતા છતાં સરપંચ દ્વારા કુવો ન બનાવી આપતા અંતે મહિલાએ આ બાબતની રજૂઆત ધારાસભ્ય બચુ ખાબડ સમક્ષ કરી હતી. રજૂઆત દરમિયાન મહિલાએ ભાવુક રીતે જણાવ્યું હતું કે, “સાહેબ, કુવા માટે સરપંચ સાહેબને પૈસા આપ્યા છે, પરંતુ આજ સુધી કુવો બનાવી આપ્યો નથી.”

'મારે આટલી બધી પબ્લિક છે, કંઈ તું એકલી નથી...'

આ રજૂઆત દરમિયાન ધારાસભ્ય બચુ ખાબડ ક્રોધિત થતા નજરે પડ્યા હતા. તેમણે મહિલાને જવાબ આપતા કહ્યું હતું કે, “મારે આટલી બધી પબ્લિક છે, કંઈ તું એકલી નથી, તારો કુવો બની જશે.” તેમણે આગળ ઉમેર્યું હતું કે, “આજે આટલી પબ્લિકના સામે કહ્યું છે એટલે હવે કુવો ચાલુ કરવો જ પડશે.” બચુ ખાબડે મહિલાને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, “સરપંચને કહી દીધું છે એટલે કુવો બનાવી આપશે, બસ.”

“તે મને પૈસા આપ્યા છે?”

ચર્ચા દરમિયાન બચુ ખાબડે મહિલાને પૂછ્યું હતું કે, “તે મને પૈસા આપ્યા છે?” જેના જવાબમાં મહિલાએ સ્પષ્ટ કર્યું હતું કે, “ના સાહેબ, પૈસા તમને નથી આપ્યા, પરંતુ વોટ બે હાથ જોડીને તમને જ આપવાના છે”. આ સમગ્ર ઘટનાનો વીડિયો અને સંવાદ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાએ આશા વ્યક્ત કરી છે કે હવે જાહેર મંચ પર મુદ્દો ઉઠાવ્યા બાદ તેમનો કુવો ચોક્કસ બનશે અને તેમને ન્યાય મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now