Home Religion A Rare Trigrahi Mahayoga Will Occur On November 26 Benefits For People Of Three Zodiac Signs

26 નવેમ્બરે બનશે દુર્લભ ત્રિગ્રહી મહાયોગ! : આ રાશિઓની લાગશે લોટરી! પૈસાથી છલકાઈ જશે તિજોરી!

26 નવેમ્બરે બનશે દુર્લભ ત્રિગ્રહી મહાયોગ!
Published by: OBS Bureau
Last Updated: Nov 25, 2025, 03:15 PM IST

Trigrahi Yog 2025: 26 નવેમ્બર 2025ના રોજ વૃશ્ચિક રાશિમાં શુક્ર, મંગળ અને સૂર્યનું દુર્લભ મિલન થશે, જેનાથી શક્તિશાળી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ યોગ 26 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી રહેશે અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સંયોગ અત્યંત શુભ છે. આ ત્રણ ગ્રહોની યુતિથી ત્રણ રાશિના જાતકોને નાણાકીય લાભ, કારકિર્દીમાં પ્રગતિ અને જીવનમાં ખુશહાલી આપશે.

ત્રણ નસીબદાર રાશિઓ

મેષ રાશિ

મેષ રાશિવાળા માટે આ યોગ નસીબના તાળા ખોલશે. અધૂરાં કામ પૂરાં થશે, કોર્ટ-કચેરીના મામલામાં જીત મળશે. નવો પ્રોજેક્ટ કે વ્યવસાય શરૂ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. નોકરિયાત વર્ગને પ્રમોશન અને પગાર વધારાની શક્યતા છે. મોટો નાણાકીય લાભ, મકાન-વાહનનો યોગ અને વિદેશ પ્રવાસનું સ્વપ્ન પણ સાકાર થઈ શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળાની નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયમાં બમ્પર નફો, આવકના નવા સ્ત્રોત ખુલશે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા હો તો આ સમયે મોટી ઓફર આવી શકે છે. વિદેશથી લાભ, મોટા સોદા પાકા થવાની સંભાવના અને રોકાણમાંથી નોંધપાત્ર વળતર મળશે. પ્રેમ જીવન પણ ખુશખુશાલ રહેશે.

ધન રાશિ

ધન રાશિ માટે આ યોગ રાજયોગ સમાન છે. નવું કામ શરૂ કરવું હોય તો સમય અનુકૂળ છે. કાર્યક્ષેત્રે આવતી અડચણો દૂર થશે, કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ મળશે જે કારકિર્દીને નવી ઊંચાઈ આપશે. ધાર્મિક યાત્રા અને આધ્યાત્મિક રસ વધશે. જૂની બીમારીમાંથી મુક્તિ મળશે અને ઘરમાં ખુશીનો માહોલ રહેશે.

આ ત્રણ રાશિવાળા આ સમયગાળાનો પૂરો લાભ લેવા માટે સકારાત્મક વિચાર અને મહેનત જારી રાખો. ત્રિગ્રહી યોગની આ શુભ ઊર્જા તમારા જીવનને નવી દિશા આપશે!

Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now