જામનગર શહેરના વંડાફળી વિસ્તારમાં ધોળા દિવસે હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પંચેશ્વર ટાવર નજીક આવેલા વંડાફળીના આદિનાથ એપાર્ટમેન્ટમાં નિલય ટુંડલીયા નામના યુવાનની છરીના ઉપરાછાપરી ઘા મારી નિર્મમ રીતે હત્યા કરવામાં આવી છે.
વંડાફળી વિસ્તારમાં ધોળા દિવસે હત્યાની ઘટના
દિવસ દરમિયાન થયેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ મૃતકના સાળા અને તેના એક મિત્ર દ્વારા આ હત્યા કરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસે તપાસ હાથધરી
ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હત્યાના કારણો અને આરોપીઓની ઓળખ અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.





