Home International A Memorable Moment An Unprecedented Sight Pm Modi Hoisted The Tricolor On The Chenab Bridge

એક યાદગાર ક્ષણ, અભૂતપૂર્વ દ્રશ્ય : ચિનાબ બ્રિજ પર PM મોદીએ ત્રિરંગો લહેરાવ્યો

એક યાદગાર ક્ષણ, અભૂતપૂર્વ દ્રશ્ય
Published by: OBS Bureau
Last Updated: Jun 06, 2025, 07:03 AM IST

ચિનાબ બ્રિજ ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ ચેનાબ બ્રિજ પર હાથમાં ત્રિંરંગો લઈને લહેરાવ્યો. જેનો વીડિયો પણ જોવા મળ્યો છે. આ તસવીર દુશ્મન દેશને ચેતાવણી છે કે કાશ્મીર પર આંખ ઉઠાવીને જોનારની હવે ખેર નથી. હવે આ એ ભારત નથી જે માત્ર સહન કરતુંહ હતું હવે આ એ ભારત છે જે ઈંટનો જવાબ પથ્થરથી અને ગોળીનો જવાબ ગોળાથી આપે છે.



વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જમ્મુના રેયાસી જિલ્લામાં ચિનાબ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. સવારે 11 વાગ્યે યોજાયેલા આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન મોદીએ બ્રિજ પર તિરંગો લહેરાવ્યો અને બ્રિજ નિર્માણમાં જોડાયેલા ઈજનેરો તથા કામદારોને મળીને તેમનો આભાર માન્યો.



આ ભવ્ય બ્રિજનું નિર્માણ 359 મીટરની ઊંચાઈએ કરવામાં આવ્યું છે, જે પેરિસના આઈફેલ ટાવરથી પણ ઊંચું છે. બ્રિજનું કામ ભારતીય રેલવે અને વિવિધ સ્થાનિક-વિદેશી ઈજનેરી કંપનીઓના સહયોગથી સફળતાપૂર્વક પૂરું થયું છે. બ્રિજ દેશના ઉત્તરી ભાગને રેલમાર્ગે

મજબૂત રીતે જોડશે, ખાસ કરીને ઊંચા હિમાલય વિસ્તારોમાં અવરજવરને સરળ બનાવશે.



ઉત્તરી રેલવેએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે આવતીકાલ એટલે કે 7 જૂનથી કટરા અને શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ ટ્રેન હવે અઠવાડિયામાં 6 દિવસ દોડશે અને યાત્રીઓને ઝડપી અને આરામદાયક પ્રવાસનો અનુભવ કરાવશે.



ટિકિટની બુકિંગ પહેલેથી IRCTCની અધિકૃત વેબસાઈટ પર શરૂ કરી દેવાઈ છે. ટ્રેનના મુસાફરો માટે બે ટ્રાવેલ ક્લાસ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે:

ચેર કારનું ભાડું: ₹715
એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું: ₹1320

ટ્રેન હાલમાં માત્ર બનિહાલ સ્ટેશન પર રોકાશે. ઉત્તર રેલવેએ જણાવ્યું છે કે, "ભવિષ્યમાં અન્ય સ્ટોપેજ અંગે નિર્ણય યાત્રીઓની માંગ અને જરૂરિયાત અનુસાર લેવામાં આવશે."

વંદે ભારત ટ્રેનના શરૂ થવાથી કટરા થી શ્રીનગર વચ્ચે મુસાફરી હવે વધુ ઝડપી, આરામદાયક અને સુરક્ષિત બનશે. ટ્રેનમાં આધુનિક સુવિધાઓ, એસ, જીપીએસ આધારિત માહિતી સિસ્ટમ, બાયો-વેક્યુમ ટોઇલેટ અને ઓટો-ડોર સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?