Home International A Man Kills His Mother And Tells The Tea Vendor About It

કળિયુગના કપૂતની હચમચાવતી હરકત : માતાને મોતને ઘાટ ઉતારી આખી રાત જાગ્યો કપૂત, સવારે કીટલી પર પહોંચતા જ થઈ જોવા જેવી

કળિયુગના કપૂતની હચમચાવતી હરકત
Published by: OBS Bureau
Last Updated: Apr 12, 2025, 10:36 AM IST

કોલકાતા, 11 એપ્રિલ: શહેરના શાંત ગણાતા વિસ્તારોમાંના એક, રાજારહાટ સ્થિત વેદિક વિલેજમાં એક વિકૃત ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક 33 વર્ષના યુવાને પોતાની માતાની ઝઘડાની વચ્ચે હત્યા કરી નાખી અને સવારે નજીકના ચા વેચનારને પોતાનો ગુનો કબૂલ કર્યો.

મૃતક 58 વર્ષીય દેબજાની મજુમદાર હતાં અને આરોપી પુત્રનું નામ સૌમિક મજુમદાર છે, જે ઘણા સમયથી ડિપ્રેશન માટે સારવાર હેઠળ હતો. ઘટના ગુરુવારે રાત્રે 11 વાગ્યા પછી ઘટી હોવાનું અનુમાન છે. સૌમિકે માતાની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી અને આખી રાત મૃતદેહ સાથે રહ્યો

સવારના સમયે સૌમિક નજીકના એક ચાના ગલ્લા પાસે ગયો અને ચા વેચનારને કહ્યું, "હું ભુખ્યો છું, મેં મારી માતાની હત્યા કરી છે. આખી રાતથી કશું ખાધું નથી. શું ખાવાનું મળશે?" ચા વેચનાર પહેલા તો આ વાત સાંભળીને અચંબામાં આવી ગયો, પરંતુ તરત જ સિક્યોરીટી ગાર્ડસને જાણ કરી.

સિક્યુરિટી ગાર્ડસે ફ્લેટના દરવાજા પર ધક્કો માર્યો અને અંદર પ્રવેશ કર્યો ત્યારે દેબજાનીનું મૃતદેહ રક્તવતિ હાલતમાં બેડરૂમમાં પડેલું હતું. તરત જ પોલીસને જાણ કરવામાં આવી અને સૌમિકને સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી.

હત્યા પાછળનું કારણ શું?

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવાર નાણાકીય સંકટનો સામનો કરી રહ્યો હતો. દસ વર્ષ પહેલા પિતા અવસાન પામ્યા પછી માતા દેબજાની એક વિદ્યા સંસ્થામાં નોકરી કરતા હતા અને પુત્ર ઘરમાં રહેતો હતો. માતા-પુત્ર વચ્ચે તણાવ સતત જોવા મળતો. સૌમિકે પ્રથમ તો હત્યાને આત્મહત્યાનું રૂપ આપવા પ્રયાસ કર્યો હતો, પણ આખરે ગુનો કબૂલ કરી લીધો.

આગળની કાર્યવાહી

સૌમિકની મેડિકલ હિસ્ટ્રી અને મનોવિજ્ઞાનિક સ્થિતિની પણ તપાસ ચાલી રહી છે. પોલીસે ઘટનાની ગુનાહિત ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. હજી સુધી કોઈ અન્ય વ્યક્તિનો હાથ હોવાનું સામે આવ્યું નથી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક
આજે 31 માર્ચ
લોકસભામાં અમિત શાહનો લલકાર
‘હોર્મુઝ સ્ટ્રેટ ખોલો, નહીં તો...’,