અમેરિકામાં નવી ડોનાલ્ડ ટ્રંપની સરકાર બની ગઈ છે અને તેમાં ભારતીયોને ખાસ સ્થાન આપવામાં આવી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વહીવટમાં ભારતીય મૂળના ત્રણ લોકોને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. આમાં રિકી ગિલ, સૌરભ શર્મા અને કુશ દેસાઈનો સમાવેશ થાય છે. રિકી ગિલ દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના વરિષ્ઠ નિર્દેશક તરીકે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં ભારત સાથે મુખ્ય ભૂમિકા ભજવશે.
કુશ દેસાઈનો પરિવાર મૂળ દાહોદનો છે. જે વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયો છે. ટ્રંપે ભારતીય-અમેરિકી પૂર્વ પત્રકાર કુશ દેસાઈને પોતાનો ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી નિયુક્ત કર્યા છે. આ પહેલા તેઓ રિપબ્લિકન નેશનલ કન્વેન્શન અને રિપબ્લિકન પાર્ટી ઓફ આયોવાના કમ્યુનિકેશન ડાયરેક્ટર હતા. ચૂંટણી સમયે તેમને પેન્સિવલવેનિયામાં કમ્યુનિકેશન ડાયરેક્ટરની જવાબદારી આપવામાં આવી હતી. આ પ્રાંતમાં ડોનાલ્ડ ટ્રંપના ચૂંટણી પ્રચારમાં ખૂબ જ મદદ મળી હતી. જેનું તેને ઈનામ મળ્યું છે. ટ્રંપ આ પ્રાંતના તમામ સાત ક્ષેત્રોમાં જીત મેળવી હતી. અગાઉ, ટ્રમ્પે સ્ટીવન ચ્યુંગને તેમના સચિવ અને વ્હાઇટ હાઉસ કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. આ ઉપરાંત, કેરોલિન લેવિટને સેક્રેટરી અને પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ સાથે વિવેક રામાસ્વામીનો ટ્રંપે ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિસિયન્સીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે ભટ્ટાચાર્યને રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. તુલસી ગબાર્ડ રાષ્ટ્રીય ગુપ્તચર વિભાગનો હવાલો સંભાળશે. તાજેતરમાં જ તે રિપબ્લિકન પાર્ટીમાં જોડાઈ છે. તો હરમીત કે ઢિલ્લોએ ન્યાય વિભાગમાં નાગરિક અધિકારોના સહાયક અટોર્ની જનરલના રૂપમાં જવાબદારી સંભાળી છે. ગુજરાતના કુશ દેસાઈને વ્હાઈટ હાઉસમાં મહત્વપૂર્ણ જવાબદારી આપવામાં આવી છે. આ જવાબદારી સાથે તે ભારતીયો માટે ગૌરવ લાવશે. તેઓ વિશેષ પ્રોજેક્ટ પર કામ કરશે અને દેશનું નામ રોશન કરશે. વ્હાઈટ હાઉસમાં તેમને મળેલી આ જવાબદારીને કારણે ગુજરાતીઓમાં ખુશીની લાગણી છે.
'ગુજરાતીઓને અભણ કહેતા પહેલા ઇતિહાસ જાણી લેવો જોઈએ': ખડગેના નિવેદન પર માયાભાઈ આહીરનો જડબાતોડ જવાબ






