Home International A Beech B200 Has Crashed On Takeoff From London Southend

વધુ એક પ્લેન ક્રેશ : સુપર કિંગ એરનું લાઇટ એરક્રાફ્ટ ટેકઓફ બાદ ક્રેશ

વધુ એક પ્લેન ક્રેશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2025, 07:18 AM IST

UK Plane Crash : લંડનનાં સાઉથેન્ડ એરપોર્ટ પર ટેકઓફ દરમિયાન બીચ B200 લાઈટ એરક્રાફ્ટ ક્રેશ થયું...ક્રેશ થતાની સાથે જ વિમાન અગનગોળામાં ફેરવાઈ ગયુ...ફાયર ફાયટર અને ઈમરજન્સી સર્વિસ ઘટનાસ્થળે પહોંચી ગઈ...હજુ સુધી જાનહાનિ અને પ્લેન કેટલા લોકો હતા તેની કોઈ વિગતો પ્રાપ્ત થઈ નથી.

સલામતીનાં પગલા રૂપે અધિકારીઓએ નજીકના વિસ્તારો, જેમાં રોચફોર્ડ હન્ડ્રેડ ગોલ્ફ ક્લબ અને વેસ્ટક્લિફ રગ્બી ક્લબનો સમાવેશ થાય છે, ક્રેશ સ્થળની નજીક હોવાથી તેમને ખાલી કરાવ્યા હતા. આ પ્લેન વિમાન બીચ B200 સુપર કિંગ એર હોવાનું જાણવા મળ્યું છે, જેનું રજીસ્ટ્રેશન PH-ZAZ છે, નેધરલેન્ડ્સના લેલીસ્ટેડમાં છે. લેલીસ્ટેડ એરપોર્ટ નેધરલેન્ડ્સના ફ્લેવોલેન્ડમાં લેલીસ્ટેડ શહેરથી 3.5 NM દક્ષિણપૂર્વમાં એક એરપોર્ટ છે. તે નેધરલેન્ડ્સનું સૌથી મોટું જનરલ એવિએશન એરપોર્ટ છે.


વિમાન ક્યાં જઈ રહ્યું હતું અને તેમાં કેટલા લોકો સવાર હતા તે અંગે કોઈ વિગતો જાહેર કરવામાં આવી નથી. એસેક્સ પોલીસે જણાવ્યું કે "અમે હાલમાં ઘટનાસ્થળે બધી ઈમરજન્સી સર્વિસ સાથેકામ કરી રહ્યા છીએ અને તે કાર્ય ઘણા કલાકો સુધી ચાલુ રહેશે".

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now