Home International A 40 Year Old 10 Ton Iron Bridge Was Stolen Overnight In Chhattisgarh

રાતોરાત પુલ ગાયબ! : છત્તીસગઢમાં 40 વર્ષ જૂનો 10 ટનનો પુલ થયો ચોરી, 5ની ધરપકડ, 10 ફરાર!

રાતોરાત પુલ ગાયબ!
Published by: OBS Bureau
Last Updated: Jan 25, 2026, 03:15 AM IST

Chhattisgarh bridge theft: છત્તીસગઢના કોરબા જિલ્લામાં એક અજબ-ગજબની ઘટના સામે આવી છે, જેણે સ્થાનિક લોકોને હચમચાવી દીધા છે. હાસદેવ ડાબી નહેર પર આવેલો 40 વર્ષ જૂનો, 70 ફૂટ લાંબો અને 10 ટન વજનનો લોખંડનો પુલ રાતોરાત ચોરાઈ ગયો! આ પુલનો ઉપયોગ રોજિંદા રાહદારીઓ અને સ્થાનિક લોકો દ્વારા થતો હતો, પરંતુ ચોરોએ તેને ગેસ કટરથી કાપીને ટુકડા-ટુકડા કરી ભંગાર તરીકે વેચી દીધો.

5 આરોપીઓની ધરપકડ

કોરબાના અધિક પોલીસ અધિક્ષક લખન પાટલેએ જણાવ્યું કે તપાસમાં ખુલાસો થયો છે કે આ ચોરીમાં લગભગ 15 લોકો સંડોવાયેલા હતા. અત્યાર સુધીમાં 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય સૂત્રધારો મુકેશ સાહુ અને અસલમ ખાન સહિત બાકીના 10 આરોપીઓ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે.

પૂછપરછ દરમિયાન ધરપકડ કરાયેલા આરોપીઓએ કબૂલ્યું કે તેઓએ પુલને ગેસ કટરથી કાપીને ટુકડા કર્યા અને તેને ભંગાર તરીકે વેચી દીધો. ઘટના 18 જાન્યુઆરીની રાત્રે બની, જ્યારે સ્થાનિક લોકોએ સવારે વોર્ડ નંબર 17ના ધોધીપરા વિસ્તારમાં પુલ ગાયબ થયેલો જોયો. કાઉન્સિલર લક્ષ્મણ શ્રીવાસે તરત જ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

7 ટન લોખંડ બરામદ

પોલીસે તપાસ દરમિયાન નહેરમાંથી લગભગ 7 ટન લોખંડ બરામદ કર્યું છે અને ચોરીમાં વપરાયેલું વાહન પણ જપ્ત કર્યું છે. હવે તપાસ ચાલુ છે કે બાકીનું લોખંડ ક્યાં વેચાયું હતું.આ ઘટના બતાવે છે કે ચોરોની હિંમત કેટલી વધી ગઈ છે – રાતોરાત આખો પુલ ઉઠાવી લેવો એ સામાન્ય વાત નથી! પોલીસ હવે આ મામલે આગળની કાર્યવાહી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now