Home Gujarat A 35 Year Old Child From Ahmedabad Has Become A Mantra For Success For People

3.5 વર્ષનો બાળક લોકો માટે બન્યો સફળતાનો 'મંત્ર'! : 12073 ફૂટ ઊંચો અને 3.5 કિમીનો પડકારજનક ટ્રેક સર કર્યો, પરિવારનો હર હર મહાદેવનો 'મંત્ર'

3.5 વર્ષનો બાળક લોકો માટે બન્યો સફળતાનો 'મંત્ર'!
Published by: OBS Bureau
Last Updated: Nov 01, 2025, 07:06 AM IST

ઉત્તરાખંડના પવિત્ર અને અતિશય ઊંચા તુંગનાથ મહાદેવ મંદિર સુધીનો મુશ્કેલ ટ્રેક માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે પાર કરીને અમદાવાદના એક નાનકડા બાળકએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અમદાવાદની નેહા અને રોહિત ભટ્ટના પુત્ર મંત્ર ભટ્ટએ પોતાના માતા-પિતાના હાથ પકડીને 12073 ફૂટ ઊંચાઈએ સ્થિત તુંગનાથ મહાદેવ મંદિરનો આશરે 3.5 કિલોમીટર લાંબો દુર્ગમ ટ્રેક સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર સુધીનો આ ટ્રેક સામાન્ય રીતે વયસ્કો માટે પણ પડકારરૂપ ગણાય છે.

“મંત્રએ આખો ટ્રેક અમારા હાથ પકડીને પૂરો કર્યો''

મંત્રની માતા નેહા ભટ્ટ જણાવે છે કે, “મંત્રએ આખો ટ્રેક અમારા હાથ પકડીને પૂરો કર્યો. એટલી ઊંચાઈ પર ઠંડી અને બરફીલો પવન હોવા છતાં, ઈશ્વરની દયાથી અમે આખો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કરી શક્યા” નેહાએ ઉમેર્યું કે, “આ અનુભવ અમારા માટે ખૂબ ગર્વ અને આનંદનો વિષય છે.”

''મંત્ર સ્વભાવે ખૂબ જ એક્ટિવ બાળક છે''

મંત્રની માતા જણાવે છે કે, ''મંત્ર સ્વભાવે ખૂબ જ એક્ટિવ બાળક છે. તેને ગાવાનો, ડાન્સ કરવાનો અને ડ્રોઇંગ કરવાનો ખૂબ શોખ છે. ટ્રેક દરમિયાન પણ મંત્રને તેની મનગમતી પ્રવૃત્તિઓ કરાવતા-કરાવતા તેઓ આગળ વધ્યા હતા, જેથી બાળકને થાકનો અહેસાસ ન થાય''.

12,073 ફૂટની ઊંચાઈ...

તુંગનાથ મહાદેવ મંદિર સમુદ્ર સપાટીથી 12,073 ફૂટની ઊંચાઈએ સ્થિત છે અને તેને વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર માનવામાં આવે છે. સામાન્ય રીતે આ ટ્રેક વયસ્કો માટે પણ કઠિન ગણાય છે, પરંતુ માત્ર સાડા ત્રણ વર્ષની ઉંમરે આ ટ્રેક પૂર્ણ કરનાર મંત્ર ભટ્ટે અદમ્ય હિંમત અને ઉત્સાહનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સર્જાઈ
ભવ્ય રથ, ગદા, ઊંટગાડી, ઘોડાગાડી, 200 બાઇક...
સરકારી શાળાઓમાં ભરતી માટે આદેશ
ગુજરાતમાં શિક્ષકોની ભરતી અંગે સૌથી મોટા સમાચાર
Surendranagar: ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં નકલી MBBS ડોક્ટર ઝડપાયો