Home Business 8th Pay Commission Arrears Salary Hike Fitment Factor 2026 Gujarati

8મું પગાર પંચ લાગુ થતાં જ કર્મચારીઓની લાગશે લોટરી! : ₹10.82 લાખ સુધીનું એરિયર મળવાની સંભાવના, જાણો કેટલો વધશે પગાર

8th Pay Commission
Published by: Suman Dabhi
Last Updated: Jun 29, 2026, 10:13 AM IST

8th Pay Commission : કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ લાંબા સમયથી 8મા પગાર પંચ (8th Pay Commission)ની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. નવા પગાર પંચને લઈને હવે વિવિધ અંદાજો સામે આવી રહ્યા છે, જેમાં સૌથી વધુ ચર્ચા એરિયરની થઈ રહી છે. નિષ્ણાતોના મતે, જો 8મું પગાર પંચ અમલમાં આવવામાં વિલંબ થાય અને ઊંચું ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવે, તો કેટલાક કર્મચારીઓને ₹10.82 લાખ સુધીનું એરિયર મળી શકે છે.

સરકારે હજુ સુધી અંતિમ અમલીકરણની તારીખ જાહેર કરી નથી, પરંતુ પગાર વધારો અને એરિયરને લઈને કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.

એરિયર કેટલું મળશે? બે મુદ્દા સૌથી મહત્વના

8મા પગાર પંચ હેઠળ મળનારી બાકી રકમ (એરિયર) મુખ્યત્વે બે બાબતો પર આધારિત રહેશે.

  • પગાર પંચનો અમલ ક્યારે થાય છે.

  • સરકાર કયો ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરે છે.

ફિટમેન્ટ ફેક્ટર જેટલું વધુ રહેશે, કર્મચારીઓના મૂળ પગાર અને એરિયર બંનેમાં એટલો મોટો વધારો થશે.

ક્યારે લાગુ થઈ શકે 8મું પગાર પંચ?

નિષ્ણાતોના અલગ-અલગ અંદાજ મુજબ 8મા પગાર પંચનો અહેવાલ માર્ચ 2027થી મે 2027 વચ્ચે સરકાર સમક્ષ આવી શકે છે. જો સરકાર તેને મંજૂરી આપે તો એપ્રિલ અથવા સપ્ટેમ્બર 2027થી સુધારેલા પગારનો અમલ શરૂ થઈ શકે છે.

કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે પંચને સંપૂર્ણ અહેવાલ તૈયાર કરવામાં 18 મહિના જેટલો સમય લાગી શકે છે. જરૂરી બનશે તો સમયમર્યાદા વધારવાની પણ શક્યતા છે.

ફિટમેન્ટ ફેક્ટર પર શું છે ચર્ચા?

નેશનલ કાઉન્સિલ-જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (JCM) દ્વારા 3.83 ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરવામાં આવી છે. જોકે અનેક અર્થશાસ્ત્રીઓ અને કર્મચારી સંગઠનોનું માનવું છે કે હાલની આર્થિક સ્થિતિમાં 2.10થી 2.28 વચ્ચેનું ફિટમેન્ટ ફેક્ટર વધુ વાસ્તવિક બની શકે છે. જો 2.10 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય તો હાલમાં ₹18,000 મૂળ પગાર મેળવનારા કર્મચારીનો બેઝિક પગાર વધીને લગભગ ₹37,800 થઈ શકે છે.

કેટલું મળી શકે એરિયર?

જો સપ્ટેમ્બર 2027થી નવા પગારનો અમલ થાય અને લગભગ 20 મહિનાનું એરિયર ચૂકવવામાં આવે તો અંદાજે આ પ્રમાણે રકમ મળી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર

લેવલ-1 કર્મચારી

લેવલ-5 કર્મચારી

2.00

₹3.60 લાખ

₹5.82 લાખ

2.15

₹4.14 લાખ

₹6.69 લાખ

2.28

₹4.60 લાખ

₹7.44 લાખ

2.57

₹5.65 લાખ

₹9.13 લાખ

2.86

₹6.69 લાખ

₹10.82 લાખ

આ આંકડા અંદાજિત છે અને અંતિમ નિર્ણય સરકાર દ્વારા મંજૂર કરાયેલા ફિટમેન્ટ ફેક્ટર તથા અમલીકરણની તારીખ પર નિર્ભર રહેશે.

કોને સૌથી વધુ લાભ મળી શકે?

7મા પગાર પંચના પગાર મેટ્રિક્સ મુજબ લેવલ-1થી લેવલ-5 સુધીના કર્મચારીઓમાં MTS, પટાવાળા, ઓફિસ એટેન્ડન્ટ, LDC, UDC, સિનિયર ક્લાર્ક, સ્ટેનોગ્રાફર, ટેકનિશિયન, સ્ટાફ નર્સ, હેડ કોન્સ્ટેબલ સહિતના લાખો કર્મચારીઓનો સમાવેશ થાય છે. 8મા પગાર પંચના અમલ બાદ આ તમામ વર્ગના કર્મચારીઓના પગાર અને ભથ્થામાં વધારો થવાની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાત માટે ગૌરવની ક્ષણ! : માત્ર 11 દિવસમાં 350 કંપનીઓને જોડીને iNDEXTbએ રચ્યો વિશ્વવિક્રમ, CM ભુપેન્દ્ર પટેલે આપ્યું ગિનેસ સર્ટિફિકેટ

કર્મચારીઓ માટે કેમ મહત્વપૂર્ણ છે 8મું પગાર પંચ?

મોંઘવારી સતત વધી રહી હોવાથી કેન્દ્ર સરકારના કર્મચારીઓ નવા પગાર પંચ પાસેથી મોટી રાહતની અપેક્ષા રાખી રહ્યા છે. જો ભલામણો અનુકૂળ રહેશે તો માત્ર માસિક પગારમાં જ નહીં, પરંતુ પેન્શન, ડીએ (DA) અને અન્ય ભથ્થાઓમાં પણ વધારો થઈ શકે છે. જોકે અંતિમ લાભ સરકારના સત્તાવાર નિર્ણય બાદ જ સ્પષ્ટ થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now