સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સાથે જ ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે નવી તક આવી રહી છે. આવતીકાલથી શરૂ થનારા બિઝનેસ સપ્તાહમાં કુલ 8 કંપનીઓ તેમના IPO લઈને આવી રહી છે. તેમાં એક મેઈનબોર્ડ IPO છે, જ્યારે બાકીના બધા SME સેગમેન્ટના છે.
AMANTA HEALTHCARE IPO
અમાન્ટા હેલ્થકેરનો 126 કરોડ રૂપિયાનો મેઈનબોર્ડ IPO 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. આ 1 કરોડ નવા શેરનો ઈશ્યૂ છે, જેમાં પ્રાઇસ બેન્ડ 120થી 126 રૂપિયા નક્કી થયો છે. 4 સપ્ટેમ્બરે ફાળવણી થશે અને 9 સપ્ટેમ્બરે લિસ્ટિંગ થવાની શક્યતા છે. હાલમાં ગ્રે માર્કેટમાં તે 25 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યો છે.
Rachit Prints IPO
પ્રિન્ટિંગ અને પેકેજિંગ કંપની રચિત પ્રિન્ટ્સ SME સેગમેન્ટમાં IPO લાવી રહી છે. 1 સપ્ટેમ્બરથી 3 સપ્ટેમ્બર સુધી રોકાણકારો બોલી લગાવી શકશે. કંપની 19.49 કરોડ રૂપિયા એકત્ર કરશે. પ્રાઇસ બેન્ડ 140થી 149 રૂપિયા નક્કી થયો છે.
GOEL CONSTRUCTION IPO
આ IPO 2 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. કુલ 99.77 કરોડ રૂપિયાનો ઇશ્યૂ છે, જેમાં 80.81 કરોડનો નવો ઈશ્યૂ અને 18.96 કરોડનો OFS શામેલ છે. પ્રાઇસ બેન્ડ 249થી 262 રૂપિયા છે.
Optivalue Tech Consulting IPO
IT સેવા આપતી ઓપ્ટીવેલ્યુ ટેક 2 થી 4 સપ્ટેમ્બર દરમિયાન IPO લાવશે. કંપની 61.69 લાખ શેર દ્વારા 51.82 કરોડ એકત્ર કરશે. પ્રાઇસ બેન્ડ 80થી 84 રૂપિયા છે. રિટેલ રોકાણકારો માટે ઓછામાં ઓછા બે લોટ (3,200 શેર)માં બોલી ફરજિયાત છે.
Austere Systems IPO
ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઇડર ઓસ્ટર સિસ્ટમ્સનો IPO 3 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર સુધી ખુલ્લો રહેશે. કંપની 28.3 લાખ શેર દ્વારા 15.57 કરોડ એકત્ર કરશે. પ્રાઇસ બેન્ડ 52થી 55 રૂપિયા નક્કી થયો છે.
Sharvaya Metals IPO
એલ્યુમિનિયમ ઉત્પાદક શર્વયા મેટલ્સ 4 થી 9 સપ્ટેમ્બર દરમિયાન IPO લાવશે. આ 58.80 કરોડ રૂપિયાનો ઇશ્યૂ છે, જેમાં 49 કરોડ નવા શેર અને 9.80 કરોડનો OFS શામેલ છે.
Vigor Plast India IPO
પ્લાસ્ટિક પેકેજિંગ ઉત્પાદક વિગોર પ્લાસ્ટ ઇન્ડિયા 4 થી 9 સપ્ટેમ્બર સુધી IPO લાવશે. કંપની 25.10 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. તેમાં 20.24 કરોડ નવા શેર અને 4.86 કરોડનો OFS શામેલ છે. પ્રાઇસ બેન્ડ 77થી 81 રૂપિયા છે.
Vashishtha Luxury Fashion IPO
વશિષ્ઠ લક્ઝરી ફેશન IPO 5 સપ્ટેમ્બરથી ખુલ્લો રહેશે. આ IPOમાં 1200 શેરનો લોટ સાઇઝ રાખવામાં આવ્યો છે. પ્રાઇસ બેન્ડ 109થી 111 રૂપિયા છે.