દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ રહી છે. ત્યારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ પણ ત્રિરંગો ફરકાવીને ઉજવણી કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો
દહેરાદુનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ધ્વજવંદન કરીને 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જોધપુરમાં ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી
ભોપાલમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મહોનલાલ યાદવે ધ્વજવંદન કરીને રાષ્ટ્રીય પર્વની કરી ઉજવણી
પટનામાં બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારે ત્રિરંગો ફરકાવીને બિહારની જનતાને શુભેચ્છા પાઠવી
રોહતકમાં હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ ધ્વજવંદન કરીને સલામી આપી





