Home International 76th Republic Day Chief Guest Indonesian President Prabowo Subianto Praises Pm Modi

REPUBLIC DAY 2025: ઈન્ડિનેશિયાના રાષ્ટ્રપતિએ કર્યા PM મોદીના વખાણ : ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ

REPUBLIC DAY 2025: ઈન્ડિનેશિયાના રાષ્ટ્રપતિએ કર્યા PM મોદીના વખાણ
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2025, 06:03 AM IST

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંટોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘણા વખાણ કર્યા. તેમણે કહ્યું છે કે તેમણે પીએમ મોદીના નેતૃત્વમાંથી ઘણું શીખ્યું છે. આ સાથે, તેમણે દેશમાંથી ગરીબી દૂર કરવા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મદદ કરવાની મોદી સરકારની પ્રતિબદ્ધતાની પણ પ્રશંસા કરી.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુબિયાન્તોની આ પ્રથમ ભારત મુલાકાત છે. તેમને આજે (26 જાન્યુઆરી) 76માં ગણતંત્ર દિવસ પર મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે 75 વર્ષ પહેલા ભારતના પ્રથમ ગણતંત્ર દિવસ પર ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ સુકર્ણો ભારત આવ્યા.

સુબિયાંટોને શનિવારે 25 જાન્યુઆરીએ રાત્રે રાષ્ટ્રપતિ ભવન ખાતે વિશેષ ભોજન સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું, 'હું અહીં આવીને ગર્વ અનુભવું છું. હું કોઈ વ્યાવસાયિક રાજકારણી નથી. હું સારો રાજદ્વારી પણ નથી. મારા દિલમાં જે છે તે કહું છું. મને અહીં આવ્યાને થોડા જ દિવસો થયા છે પરંતુ પીએમ મોદીના નેતૃત્વ અને પ્રતિબદ્ધતામાંથી મેં ઘણું શીખ્યું છે. ગરીબી દૂર કરવા, હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો અને સમાજના નબળા વર્ગોને મદદ કરવાની તેમની પ્રતિબદ્ધતા અમારા માટે પ્રેરણારૂપ છે. સુબિયાંટોએ કહ્યું, 'હું ભારતના લોકો માટે શાંતિ, સમૃદ્ધિ અને મહાનતાની કામના કરું છું.'




રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવોનું સ્વાગત કર્યું. રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ ભોજન સમારંભ દરમિયાન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઉપરાષ્ટ્રપતિ બલરામ જાખડ પણ હાજર રહ્યાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભારતના 76મા ગણતંત્ર દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ બનવાનું આમંત્રણ સ્વીકારવા બદલ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો હતો.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક