Home Gujarat 6 New World Class Stadiums In Motera Ahmedabad

અમદાવાદના મોટેરામાં 6 નવાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ : લંડન-પેરિસ પણ ઝાંખાં પડશે, કોમનવેલ્થની તૈયારી જોશમાં, ભાટમાં બની શકે ગેમ વિલેજ

અમદાવાદના મોટેરામાં 6 નવાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ
Published by: OBS Bureau
Last Updated: Nov 26, 2025, 06:40 AM IST

આગામી સમયમાં અમદાવાદનું નામ દુનિયાના નક્શા પર રમતગમતની રાજધાની તરીકે ઊભરતું જોવા મળી શકે છે. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને ગમેત્યારે મળી શકે છે અને એનું મુખ્ય આયોજન અમદાવાદમાં થવાની સંભાવના વધારે છે. આ અવસરને ધ્યાનમાં રાખીને શહેરમાં એવી વિશાળ સ્પોટ્સ તૈયારી થવાની છે કે પગ મૂકતાં જ અમદાવાદ સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવે અને લંડન–પેરિસ જેવા મોટા શહેરો પણ ઝાંખા પડી જાય.

6 નવા હાઈટેક વર્લ્ડ-ક્લાસ સ્ટેડિયમ તૈયાર થશે

ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને મળીને અમદાવાદ–ગાંધીનગર વિસ્તારને આંતરરાષ્ટ્રીય સ્તરે રમતગમતનું કેન્દ્ર બનાવવા માટે ભવ્ય યોજનાઓ પર કામ કરી રહી છે. world's Largest Cricket Stadium માનવામાં આવતા મોદી સ્ટેડિયમની આસપાસ હવે તેની જ સરખામણીના 6 નવા હાઈટેક વર્લ્ડ-ક્લાસ સ્ટેડિયમ તૈયાર થવાના છે. આ સ્ટેડિયમ માત્ર ક્રિકેટ માટે નહીં પરંતુ વિવિધ આંતરરાષ્ટ્રીય રમતો માટે સુસજ્જ હશે.

ભાટ વિસ્તારમાં ગેમ વિલેજ બનાવાઈ શકે!

કરાઈ પોલીસ એકેડમીની નજીક 143 એકર વિસ્તારમાં વિશાળ સ્પોર્ટ્સ હબ વિકસાવવામાં આવશે, જે વિવિધ ઈન્ડોર અને આઉટડોર રમતો માટે સંપૂર્ણ સુવિધાઓ આપે તેવું હશે. ભાટ વિસ્તારમાં ગેમ વિલેજ બનાવવાની પણ યોજના છે, જ્યાં વિશ્વભરના ખેલાડીઓ રહેવા, તાલીમ લેવા અને આરામ કરવા માટે ઉચ્ચ સ્તરની વ્યવસ્થા કરવામાં આવશે.

ગુજરાતના 10 જેટલા સ્થળોએ વિવિધ ગેમ્સ આયોજિત કરાશે

કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન માત્ર અમદાવાદ અને ગાંધીનગર જ નહીં, પરંતુ ગુજરાતના 10 જેટલા સ્થળોએ વિવિધ ગેમ્સ આયોજિત કરાશે. તેમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિસ્તારનો પણ સમાવેશ થાય છે, જ્યાં કેટલીક રમતોનું આયોજન થવાની સંભાવના છે. સાબરમતી નદીના કિનારે હાઈ-ફાઈ સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવવામાં આવશે, જે શહેરના સૌંદર્ય અને આકર્ષણમાં વધારો કરશે. આ સમગ્ર વિકાસમાં સૌથી મોટું પ્રોજેક્ટ હશે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ, જે 215 એકર વિસ્તારમાં તૈયાર થશે અને જેમાં લગભગ ₹600 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. કોમનવેલ્થ માટે ખાસ કરીને 6,000થી 10,000 લોકોની ક્ષમતા ધરાવતું મલ્ટીપર્પઝ એરેના અને 5,000 લોકોની ક્ષમતા ધરાવતું રિંગ ઑફ યૂનિટી સ્ટેડિયમ પણ ઉભું કરવામાં આવશે.

અમદાવાદ મોડેલ સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરશે

વિકાસની આ યોજના માટે જરૂરી જમીનનો ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે દબાણ કરેલી જમીન ખાલી કરાવવા પ્રયાસો ચાલી રહ્યા છે અને તેના ભાગરૂપે આસારામ આશ્રમને નોટિસ પણ આપવામાં આવી છે. આ તમામ યોજનાઓ સાકાર થશે તો અમદાવાદ માત્ર ભારતનું જ નહીં પણ સમગ્ર વિશ્વનું એક મોડેલ સ્પોર્ટ્સ સિટી તરીકે ઉભરશે, જ્યાં આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ યોજાવા માટેની તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના લિંબાયતમાં રહેણાક મકાનમાં ભીષણ આગ
અમદાવાદના પોશ વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી અફરાતફરી
વડોદરામાં બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
વડોદરામાં રફ્તારનો કહેર
કોબામાં ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું ભવ્ય લોકાર્પણ