Home International 6 Bangladeshis Arrested From Tamil Nadu Conspiracy To Support Pakistani Terrorist Organizations Foiled

દેશમાં આતંક મચાવવાનું કાવતરું નિષ્ફળ! : તમિલનાડુ અને બંગાળમાંથી 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ, મળ્યાં નકલી ID અને ટેરર પોસ્ટ્સના પુરાવા

દેશમાં આતંક મચાવવાનું કાવતરું નિષ્ફળ!
Published by: OBS Bureau
Last Updated: Feb 22, 2026, 04:14 AM IST

Terrorists arrested: દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ (Q બ્રાન્ચ) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. તમિલનાડુના તિરુપુર જિલ્લામાંથી 6 અને પશ્ચિમ બંગાળમાંથી 2 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેઓ ગાર્મેન્ટ ફેક્ટરીઓમાં કામ કરવાના બહાને રહીને સોશિયલ મીડિયા પર પાકિસ્તાન આધારિત આતંકી સંગઠનોને સમર્થન આપતી પ્રવૃત્તિઓમાં સામેલ હતા.

ધરપકડ થયેલા આરોપીઓના નામ

મિઝાનુર રહેમાન (Mijanur Rahman)

મોહમ્મદ શબાત (Mohammad Shabat)

ઉમર (Umar)

મોહમ્મદ લિતન (Mohammad Litan)

મોહમ્મદ શાહિદ (Mohammad Shahid)

મોહમ્મદ ઉજ્જલ (Mohammad Ujjal)

ધરપકડના સ્થળો:

ઉથુકુલી (Uthukuli): 2 આરોપી

પલ્લદમ (Palladam): 3 આરોપી

થિરુમુરુગનપૂંડી (Tirumuruganpoondi): 1 આરોપી

આરોપીઓએ નકલી આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઓળખ છુપાવી હતી અને ગાર્મેન્ટ ઉદ્યોગમાં કામ કરવાના બહાને આતંકી નેટવર્ક વિસ્તારવાનો પ્રયાસ કર્યો હતો. તેમની પાસેથી 8 મોબાઇલ ફોન અને 16 સિમ કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે, જેના દ્વારા વિદેશી હેન્ડલર્સ સાથેના સંપર્કોના પુરાવા મળ્યા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો સરહદ પારથી ભંડોળ મેળવી રહ્યા હતા અને દેશના મહત્વના શહેરોમાં રેકી કરી હતી. દિલ્હીમાં 'ફ્રી કાશ્મીર' પોસ્ટરો લગાવવા જેવી શંકાસ્પદ પ્રવૃત્તિઓમાં પણ તેઓ સામેલ હોવાનું જણાય છે.આ ધરપકડથી દેશ વિરુદ્ધના મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. આરોપીઓને UAPA અને Foreigners Act હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને તેમને ટ્રેન દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now