Home Automobile 5 Cheapest Diesel Cars From Tata Altroz To Tata Nexon

Altroz થી Nexon સુધીની 5 સૌથી સસ્તી ડીઝલ કાર : જેની કિંમત માત્ર ₹10 લાખથી પણ ઓછી, જાણો માઇલેજ અને એન્જિનની માહિતી

Altroz થી Nexon સુધીની 5 સૌથી સસ્તી ડીઝલ કાર
Published by: OBS Bureau
Last Updated: Oct 29, 2025, 08:43 AM IST

5 diesel cars with a starting price of less than 10 lakhs: ભારતમાં પેટ્રોલ કાર કરતાં ડીઝલ કાર વધુ લોકપ્રિય છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં લોકો માઇલેજ અને પાવર બંનેને પ્રાથમિકતા આપે છે. હાલના GST ઘટાડા પછી, ઘણી ડીઝલ કાર વધુ સસ્તી બની ગઈ છે. જો તમે એવી ડીઝલ કાર ખરીદવા ઈચ્છો છો, જે તમારા બજેટમાં હોય અને લાંબી મુસાફરી કરી શકે. જાણો એવી 5 સસ્તી ડીઝલ કાર જેની કિંમત માત્ર ₹10 લાખથી પણ ઓછી છે.

Tata Altroz DieselTata Altroz ભારતીય બજારમાં સૌથી સસ્તી ડીઝલ પ્રીમિયમ હેચબેકમાંની એક છે. તેમાં 1.5-લિટર ટર્બોડીઝલ એન્જિન છે જે 90ps પાવર અને 200nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તે 23.64kmpl ની માઇલેજ આપે છે. GST ઘટાડા પછી, અલ્ટ્રોઝ ડીઝલ હવે ₹8.10 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તેની મજબૂત બિલ્ડ ક્વાલિટી, આરામ અને પ્રીમિયમ ફીચરને કારણે Tata Altroz Diesel મધ્યમ વર્ગના ગ્રાહકોમાં લોકપ્રિય પસંદગી રહે છે.

Mahindra Boleroજો તમે મજબૂત અને SUV ની જરૂર હોય તો જે ઉબડ-ખાબડ પર પણ શ્રેષ્ઠ પ્રદર્શન આપે છે, તો Mahindra Bolero તમારા માટે પરફેક્ટ વિકલ્પો છે. જે 1.5-લીટર mHawk75 ડીઝલ એન્જિન છે, જે 75ps પાવર અને 210Nm ટોર્ક આપે છે. Mahindra Bolero ની માઇલેજ લગભગ 16kmpl છે. Mahindra Bolero ની એક્સ-શોરૂમ કિંમત ₹7.99 લાખથી શરૂ થાય છે. આ SUV વર્ષોથી ગામડાંઓમાં તેની મજબૂતીને કારણે તે પોપુલર છે.

Mahindra Bolero NeoBolero નું મોર્ડન લુક ઇચ્છતા લોકો માટે, Mahindra Bolero Neo એક શ્રેષ્ઠ વિકલ્પ છે. તેમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ, ચામડાની સીટો, રીઅર-વ્યૂ કેમેરા, ક્રુઝ કંટ્રોલ અને 9 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા આધુનિક ફીચર્સ સામેલ છે. તે 1.5-લિટર mHAWK100 એન્જિન દ્વારા સંચાલિત છે જે 98.6bhp અને 260Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. Mahindra Bolero Neo ની કિંમત ₹8.49 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. આ SUV શહેર અને ગ્રામીણ બંને ડ્રાઇવિંગ માટે શ્રેષ્ઠ છે.

Kia Sonet DieselKia Sonet Diesel કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં ખૂબ જ લોકપ્રિય પસંદગી બની ગઈ છે. તે 1.5-લિટર CRDi એન્જિન દ્વારા સંચાલિત છે, જે 6-સ્પીડ iMT અને ઓટોમેટિક ગિયરબોક્સ બંને સાથે ઉપલબ્ધ છે. તેની માઇલેજ લગભગ 24.1kmpl છે, જે સેગમેન્ટમાં ઉત્તમ છે. ₹8.98 લાખ (એક્સ-શોરૂમ) ની પ્રારંભિક કિંમત સાથે, Kia Sonet Diesel તેના પ્રીમિયમ લુક અને ફીચરને કારણે યુવાનોમાં પ્રિય બની ગઈ છે.

Tata Nexon DieselTata Nexon Diesel દેશની સૌથી સુરક્ષિત અને સૌથી વિશ્વસનીય કોમ્પેક્ટ SUV પૈકીની એક છે. તે 1.5-લિટર ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 24.08 કિમી પ્રતિ લિટર ની માઇલેજ આપે છે. GST ઘટાડા પછી, Tata Nexon Diesel ની કિંમત ₹9.01 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. Tata Nexon Diesel ને તેના 5-સ્ટાર સેફટી રેટિંગ સાથે ભારતીય ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now