Home International 40 Pakistanis Drowned En Route To Spain By Boat

સ્પેઈન જતી બોટ પલ્ટી : 40થી વધુ પાકિસ્તાનીઓની મોત

સ્પેઈન જતી બોટ પલ્ટી
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2025, 07:47 AM IST

પાકિસ્તાન તરફથી મળતી માહિતી અનુસાર 80થી વધુ સ્થળાંતર કરનારાઓને સ્પેન લઈ જતી બોટ મોરોક્કો પાસે પલટી ગઈ. આ દુર્ઘટનામાં 40થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા છે.

પ્રવાસીઓના અધિકારો માટે કામ કરતી સંસ્થા 'વોકિંગ બોર્ડર્સ'એ જણાવ્યું કે આ દુર્ઘટનામાં 50 પ્રવાસીઓ ડૂબી જવાની આશંકા છે. એક દિવસ પહેલા મોરોક્કન અધિકારીઓએ 36 લોકોને બચાવ્યા હતા. આ લોકો 2 જાન્યુઆરીએ મોરેશિયસથી બોટમાં સ્પેન જવા રવાના થયા હતા. વધુમાં કહ્યું કે બોટમાં 86 પ્રવાસી હતા, જેમાંથી 66 પાકિસ્તાની હતા.

વોકિંગ બોર્ડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હેલેના મેલેનોએ X પર જણાવ્યું માર્યા ગયેલા 44 પાકિસ્તાની હતા. તે 13 દિવસ સુધી કોઈની મદદ વિના મુશ્કેલીમાં હતા, કોઈ તેમને બચાવવા ના આવ્યું. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે તેનું દૂતાવાસ સ્થાનિક મોરોક્કન અધિકારીઓના સંપર્કમાં છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે "રબાતમાં અમારા દૂતાવાસે અમને જાણ કરી હતી કે મોરિટાનિયાની એક બોટ, જેમાં ઘણા પાકિસ્તાની નાગરિકો સહિત 80 મુસાફરો હતા, તે મોરોક્કન બંદર ડાખલા પાસે ડૂબી ગઈ હતી." પાકિસ્તાની નાગરિકો સહિત અનેક લોકોને બચાવી લેવાયા હતા. તે ડાખલા પાસેના કેમ્પમાં રહે છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે એમ પણ કહ્યું કે દૂતાવાસની એક ટીમ ડાખલા મોકલવામાં આવી છે, જેથી પાકિસ્તાની નાગરિકોને મદદ મળી શકે.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સરકારી એજન્સીઓને અસરગ્રસ્ત પાકિસ્તાની નાગરિકોને શક્ય તમામ મદદ આપવાનો નિર્દેશ આપ્યો છે. તો પીએમ શરીફે રિપોર્ટ માગ્યો છે અને કહ્યું કે માનવતસ્કરી સામે લોકો સામે કડક પગલા ભરવા જોઈએ.

વડા પ્રધાન શેહબાઝ શરીફે આ ઘટના અંગે અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો અને કહ્યું હતું કે માનવ તસ્કરીના આ ઘૃણાસ્પદ કૃત્યમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક